તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • 90% Of Biodiesel Samples Fail, Duplicate Diesel Worth Rs 6.40 Crore Seized, Food And Civil Supplies Department Collects 212 Samples In Special Drive

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડુપ્લિકેટ ડીઝલનો રાજ્યવ્યાપી કારોબાર:બાયોડીઝલનાં 90% સેમ્પલ ફેલ, 6.40 કરોડનું ડુપ્લિકેટ ડીઝલ જપ્ત, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે સ્પેશિયલ ડ્રાઇવમાં 212 સેમ્પલ એકત્રિત કર્યા હતા

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડુપ્લિકેટ ડીઝલ 15 રૂપિયા સસ્તું હોવાથી લોકો વિચાર્યા વિના ગાડીમાં પુરાવે છે. - Divya Bhaskar
ડુપ્લિકેટ ડીઝલ 15 રૂપિયા સસ્તું હોવાથી લોકો વિચાર્યા વિના ગાડીમાં પુરાવે છે.

બાયોડીઝલના નામે ગુજરાતમાં મોટા પાયે ડુપ્લિકેટ ડીઝલનું વેચાણ થઈ રહ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે, જેમાં અમદાવાદ, સુરત, કચ્છ, રાજકોટ, જૂનાગઢ, મોરબી, ભાવનગર, ભરૂચ, છોટાઉદેપુર, ગીર સોમનાથ, વલસાડ, બનાસકાંઠા મોખરે છે. ડુપ્લિકેટ ડીઝલ 15 રૂપિયા સસ્તું હોવાથી લોકો વિચાર્યા વિના ગાડીમાં પુરાવે છે. બેરોકટોક ડુપ્લિકેટ ડીઝલના વેચાણથી રાજ્ય સરકારને આશરે 1800 કરોડ રૂપિયાનું વાર્ષિક નુકસાન થઈ રહ્યું છે.

રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે છેલ્લા બે મહિના દરમિયાન આવાં બિનઅધિકૃત બાયોડીઝલનું વેચાણ કરતા પંપ પર પોલીસ, જીએસટી તથા અન્ય વિભાગોની મદદ લઈ રાજ્યવ્યાપી દરોડા પાડ્યા હતા, જેમાં 90 ટકા કિસ્સામાં શુદ્ધ બાયોડીઝલના નામે ભેળસેળયુક્ત ડીઝલ વેચાતું હોવાનું ખૂલ્યંુ હતું. ડુપ્લિકેટ ડીઝલના વેચાણ સાથે રાજકીય અને વહીવટી અધિકારીઓ સંકળાયેલા હોવાનું પણ સરકારના ધ્યાને આવ્યું છે, તે માટે ભીનુ સંકેલવા ભરપૂર પ્રયાસો ચાલતા હોવાનું સરકારનાં સૂત્રો જણાવે છે.

અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે રાજ્યમાં ગેરકાયદે બાયોડીઝલના વેચાણ પર અંકુશ લાવવા ડ્રાઇવ ચલાવી હતી, જેમાં જુદા જુદા જિલ્લામાંથી બાયોડીઝલના 212 સેમ્પલ એકત્ર કરાયા હતા, જેમાંથી 90 ટકા સેમ્પલ એફએસએલ ટેસ્ટિંગમાં ફેલ આવ્યા હતા. આશરે 6.40 કરોડ રૂપિયાનું ડુપ્લિકેટ ડીઝલ જપ્ત કરવામાં આવ્યું છે.

ગુજરાત પેટ્રોલ-ડીઝલ ડીલર એસોસિએશનના પ્રમુખ અરવિંદ ઠક્કરે કહ્યું કે, બાયોડીઝલની મલેશિયાથી આયાત બંધ થઈ અને સરકારે તેના વેચાણ પર પાબંદી લગાવી એટલે ગુજરાત તેમ જ દેશનાં અન્ય રાજ્યોમાં ગેરકાયદે બાયોડીઝલ બનાવવાનો વેપલો શરૂ થયો છે. આ કારણે ડીલરોને ખૂબ નુકસાન થઈ રહ્યું છે.

અમદાવાદના ચંડોળા, વટવા ડુપ્લિકેટ વેચાણનું હબ
અમદાવાદના ચંડોળા, વટવા વિસ્તાર ડુપ્લિકેટ ઓઇલના વેચાણના હબ બન્યાં છે. આ વિસ્તારમાં બાયોડીઝલ, લુબ્રિકન્ટ ઓઇલ જેવા જુદા જુદા ડુપ્લિકેટ ઓઇલના છૂટક અને હોલસેલ વેપારીઓ છે. બહારથી નાની દેખાતી ઓરડી જેવી જગ્યામાં અન્ડરગ્રાઉન્ડ ટાંકીઓ બનાવેલી હોય છે.

પોલિસીમાં આ ફેરફારો કરી જવાબદારી નક્કી કરી શકાય

  • ઓઇલ માર્કેટિંગ કંપની પેટ્રોલમાં ઇથેનોલ મિક્સ કરે છે, તે રીતે ઓપન માર્કેટમાંથી બાયોડીઝલ (બી-100)ની ખરીદી કરી તેને ડીઝલ સાથે મિક્સ કરી પોતાના આઉટલેટ પરથી વેચે તો ઉચ્ચ ગુણવત્તાનું બાયોડીઝલ મિશ્રિત ડીઝલ મળે અને બિનઅધિકૃત પેટ્રો પ્રોડક્ટ્સ જેવી કે નેપ્થા, એલડીઓ કે સોલવન્ટ વેચતી હાટડી પર જઈ લોકો આવું બળતણ ભરાવી છેતરાશે નહીં.
  • કેન્દ્રની ગાઇડલાઇન મુજબ બાયોડીઝલ આઉટલેટ પર આવતા વાહનોમાં ડીઝલ હોવાથી બી-ક્લાસ ડીઝલપંપના માપદંડ મુજબ પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન (પીઈએસઓ) પાસે એનઓસી લેવી જરૂરી છે છતાં પીઈએસઓ કોઈપણ આઉટલેટને લાઇસન્સ કે એનઓસી ન આપી જવાબદારીમાંથી છટકી રહી છે. તો તેમની જવાબદારી નક્કી થવી જોઈએ.

7 વિભાગની નિષ્ક્રિયતાને કારણે મોટું નુકસાન થયું
માર્કેટમાં વેચાતા ડુપ્લિકેટ પેટ્રોલ-ડીઝલની ગુણવત્તા તપાસવી અને નિયમિત મોનિટરિંગ કરવાની જવાબદારી સરકારના ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (GPCB), પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન (PESO), ગુજરાત મેરિટાઇમ બોર્ડ (GMB), ઓઇલ માર્કેટિંગ કંપની (OMC), કમિશનરેટ ઓફ રૂરલ ડેવલપમેન્ટ, ઇન્ડસ્ટ્રીઝ એન્ડ માઇન્સ ડિપાર્ટમેન્ટ, કસ્ટમ્સ એન્ડ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટની છે. આ સાત વિભાગોની નિષ્ક્રિયતાના કારણે સરકારને ટેક્સની આવકમાં મોટું નુકસાન થઈ રહ્યું છે.

પ્યોર બાયોડીઝલ B-100 ક્યારે ગણાય (FSL)

  • ઓરિજિનલ બાયોડીઝલ ડેન્સિટી 15 સેલ્સિયસ તાપમાન : 860-900 kg/m3 હોવી જોઈએ.
  • બાયોડીઝલના ફ્લેશ પોઇન્ટ : 101 સેલ્સિયસ (લઘુતમ) હોવા જોઈએ.
  • બાયોડીઝલની કાયનેમેટિક વિસ્કોસિટી 40 સેલ્સિયસ : 3.5-5.0 સેન્ટિસ્ટોક જરૂરી.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો