AMAમાં મોબાઈલ લિટરસી પ્રોગ્રામ:અમદાવાદનાં 25 લાખ વરિષ્ઠ નાગરિકોમાંથી 90%માં મોબાઈલ લિટરસીનો અભાવ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વરિષ્ઠોને ગુગલ મેપ, કોલ બ્લોક, ઓનલાઈન ટેક્સી, કોન્ફરન્સ કોલ કરતાં આવડતું નથી

શહેરમાં 25 લાખથી વધારે સિનિયર સિટીઝનમાંથી 90 ટકા જેટલા વડીલોમાં મોબાઈલ લિટરસીનો અભાવ જોવા મળે છે. તેમને માત્ર ફોન ડાયલ અને રિસિવ કરતાં તેમજ વોટ્સઅેપ ચેક કરતાં જ આવડે છે. જ્યારે ગુગલ મેપ, કોલ બ્લોક, ઓનલાઈન ટેક્સી બૂક કરવી, કોન્ફરન્સ કોલ વગેરેનું નોલેજ તેમની પાસે ઓછંુ છે. આ શબ્દો છે રિટાયર્ડ બેન્કર જે.બી.પટેલના. જેમણે એએમએમાં વરિષ્ઠ નાગરિકો માટેના મોબાઈલ લિટરસી પ્રોગ્રામમાં વક્તવ્ય આપ્યુ હતુંં. તેમની સાથે રમેશ મુલવાની અને જયેશ પરીખ પણ જોડાયા હતાં અને તેમણે વરિષ્ઠ નાગરિકોને મોબાઈલ લિટરસીનું નોલેજ આપીને આત્મનિર્ભર થવા જણાવ્યું હતું.

90% વરિષ્ઠોને બેઝિક સોશિયલ મીડિયા પણ યૂઝ કરતા આવડતું નથી
ગુગલમેપ, કોલ બ્લોક કે અનબ્લોક,ઓનલાઈન બેન્કિંગ, ફોટો પેનોરમાનું નોલેજ નથી. આથી તેમને પ્રોગ્રામમાં તેની જાણકારી આપવામાં આવી હતી.

આત્મનિર્ભર ભારતની વાત પણ વડીલોમાં મોબાઈલ લિટરસીનો અભાવ
આત્મનિર્ભર ભારતની વાત કરીએ છીએ પણ ફેમિલીમાં દીકરો-વહુ કે દીકરી જોબ પર જાય ત્યારે વડીલો એકલતા અનુભવે છે. તેમની પાસે મોબાઈલ હોય છે પણ 90 ટકાને માત્ર ફોન ડાયલ અને રિસિવ કરતાં જ આવડે છે. બાકી તમામ બાબતો માટે તેમણે ઘરના પૌત્ર-પૌત્રીઓ પર આધારીત રહેવું પડે છે. આ સંતાનો પાસે પણ ટાઈમ હોતો નથી. આ સંજોગોમાં આપણે મોબાઈલ લિટરસી પર વધારે ભાર મૂકવાની જરૂર છે. > રમેશ મુલવાની

અન્ય સમાચારો પણ છે...