• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • 9 More Than 60 Professors And Employees Of The University Die From Corona, A Proposal To Provide Assistance Of Rs 8 Lakh To The Families Of The Deceased

કોરોનાનો શિક્ષણ વિભાગમાં કહેર:9 યુનિવર્સિટીના 60થી પણ વધુ પ્રોફેસર-કર્મચારીનું કોરોનાથી મૃત્યુ, મૃતકોના પરિવારને રૂ.8 લાખની સહાય આપવા રજૂઆત

અમદાવાદ4 મહિનો પહેલાલેખક: પ્રતીક ભટ્ટ
  • કૉપી લિંક
  • મૃત્યુ પ્રોફેસરોમાં 37થી વધુ સરેરાશ 40થી 55 વર્ષના હતા

ગુજરાત યુનિવર્સિટી સહિતની રાજ્યની નવ યુનિવર્સિટીઓ સાથે સંકળાયેલી અમદાવાદ,વડોદરા, રાજકોટ, સુરત સહિતના શહેરમાં આવેલી ગ્રાન્ટ ઈન એઈડ કોલેજોના 60થી વઘુ અધ્યાપકો અને વહીવટી કર્મચારીઓનુ કોરોનાના કારણે નિધન થયું છે. મૃત્યુ પામનારાઓમાં 37થી વધુ અધ્યાપકોનો સમાવેશ થાય છે, તેમની સરેરાશ ઉમંર 40થી 55 વર્ષની આસપાસની છે.

રાજ્ય સ્ટેટ કોલેજ પ્રિન્સિપાલ એસોસિએસન (જીએસસીપીએ)ના પદાધિકારીઓએ કરેલા ચોંકાવનારા સર્વેક્ષણમાં આ વિગતો બહાર આવી છે. ગુજરાત યુનિવર્સિટી સહિતની રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓની ગ્રાન્ટ ઈન એઈડ કોલેજોમાં કાર્યરત પ્રિન્સિપાલ, અધ્યાપક, કર્મચારીઓ કોરોનાને કારણે મૃત્યુ પામ્યા છે.

ગુજરાત સ્ટેટ કોલેજ પ્રિન્સિપાલ એસોસિએસના પ્રેસિડેન્ટ ડો. એસ.એન. ઐયરના જણાવ્યાં પ્રમાણે ‘કોરોનાના કારણે મૃત્યુ પામેલા પ્રિન્સિપાલ, અધ્યાપકો અને કર્મચારીઓની આંકડાકીય વિગતોના સર્વેક્ષણ પાછળનો મુખ્ય હેતુ તેમના પરિવારને શક્ય તેટલી વધુ મદદ કરવાનો છે. ’ તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે,‘કોલેજોમાં વર્ગ ત્રણ અને વર્ગ-4માં કોઈ કર્મચારી મૃત્યુ પામે તો તેમના વારસદારને રુ. આઠ લાખની સહાય આપવાની સરકારની મુખ્ય યોજના છે.’

અન્ય સમાચારો પણ છે...