ટેન્ડર મંજૂર:અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં પાણી પૂરું પાડવા કોતરપુરથી સાબરમતી નદી પર બ્રિજ બનાવી મોટેરા સુધીની 9.17 કિલોમીટરની પાણીની પાઇપલાઇન નખાશે

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રૂ.98.38 કરોડનું ટેન્ડર આજે વોટર એન્ડ સુએજ કમિટીમાં મંજૂર કરવામાં આવ્યું

અમદાવાદ શહેરનાં સાબરમતી, ચાંદખેડા, સુભાષબ્રિજ, દુધેશ્વર, શાહીબાગ, પાલડી, વાસણા, નવરંગપુરા સહિતના વિસ્તારોમાં પાણીની ભવિષ્યની માંગને પહોચી વળવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોતરપુર વોટર વર્ક્સથી મોટેરા સુધી નવી ટ્રંક મેઇન્સ લાઇન નાખવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે રૂ. 98.37 કરોડનું ટેન્ડર આજે મંજૂર કરવામાં આવ્યું છે. આજે મળેલી વોટર એન્ડ સુએજ કમિટિમાં આ ટ્રંક લાઈન નાખવાનું કામ તાકીદમાં લાવવામાં આવ્યું હતું અને મંજૂરી આપવામાં આવી હતી. સાબરમતી નદી પર રિવરબ્રિજ બનાવી અને આ સમગ્ર લાઈન નાખવામાં આવશે. આ લાઈન નાખ્યા બાદ પાણીના જથ્થામાં વધારો કરી શકાશે.મધ્ય તથા પશ્ચિમ ઝોનના વેસ્ટર્ન ટૂંક મેઇન્સ આધારીત હયાત તેમજ ચાલુ કામો પૂર્ણ થાય તે સાથે ભવિષ્યની કુલ જરુરીયાત આશરે 480 એમ.એલ.ડી. પાણીનો જથ્થો પૂરો પાડી શકાશે.

નવી લાઇન કાર્યરત થતાં જુની લાઇન બંધ કરાશે
વોટર એન્ડ સુએજ કમિટિના ચેરમેન જતીન પટેલે જણાવ્યું હતું કે કોતરપુર વોટર વકર્સ થી સાબરમતી નદી પર બ્રીજ બનાવી રીંગરોડ પર, ભાટ સર્કલ, તપોવન સર્કલ થઇ મોટેરા (સૃષ્ટી આર્કેડ)સુધી જુદા જુદા વ્યાસની એમ. એસ પાઇપ લાઇન નાખી અને હયાત લાઇન સાથે જોડાણ કરવાના કામને આજે મળેલી કમિટીમાં ટેન્ડરની મંજૂરી આપવામાં આવી છે. કોતરપુર વોટર વકર્સથી સાબરમતી નદી ક્રોસ કરી મુખ્ય રોડ સુધી 2200 મી.મી. વ્યાસની એમ.એસ. લાઇન નાંખવાથી ભવિષ્યમાં પશ્ચિમ બાજુએ અન્ય રોડ પર નવી લાઇન નાંખાની જરુરીયાત ઉભી થાય તો ફરીથી રીવર ક્રોસિંગ કરવાની જરુરીયાત ઉભી થાય નહી. મોટેરા ખાતેના હયાત પાઇપ લાઇન ક્રોસિંગ માટે ક્રોસિંગ બ્રીજ જુનો હોઇ ભવિષ્યમાં કોતરપુરથી ભાટ બાજુએ નવી લાઇન નાંખી મોટેરા સ્ટેડીયમ પાસે અથવા અન્ય રૂટ પર બીજી લાઇન નાંખી જોડી શકાય. ફ્રેન્ચવેલની વર્ષો જુની 800 મી.મી. વ્યાસની લાઇન મારફતે હાલમાં 50 એમ.એલ.ડી. જેટલો જથ્થો મધ્યઝોન માટે મેળવવામાં આવે છે. આ 800 મી.મી. વ્યાસની લાઇન ખૂબજ જુની હોઇ નવી લાઇન કાર્યરત થતાં જુની લાઇન બંધ કરી શકાય છે.

જાસપુર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી આવશે બોપલ-ઘુમામાં પાણી
જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની વૈષ્ણોદેવી ઓવરહેડ ટાંકીથી ત્રાગડ બાજુએ જાસપુર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી હાલમાં આશરે 50 એમ.એલ.ડી. પુરો પાડવામાં આવતો પાણી પુરવઠો જરૂરીયાત ઉભી થયેથી આ નવી લાઇન મારફતે કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ આધારીત કરી શકાશે, જેથી જાસપુર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતેથી બચત રહેતો જથ્થો ગોતા, ચાંદલોડિયા, બોપલ, ઘુમા, બોડકદેવ અને સેટેલાઇટ જેવા પશ્ચિમ વિસ્તારમાં ફાળવી શકાશે.

મુખ્ય કામગીરીની વિગત

- કોતરપુર વોટર વકર્સ પ્રીમાઈસીસમાં આવેલા 600, 200 અને 100 એમ.એલ.ડી. વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કલીયર વોટર સમ્પની વેસ્ટર્ન સાઈડે નીકળતી લાઇનોના ઇન્ટર કનેકશન માટે આશરે 1.1 કીમી. લંબાઇની 1600 મી.મી. વ્યાસની એમ.એસ પાઇપ લાઇન નાંખવાની કામગીરી. - કોતરપુર વોટર વકર્સ ખાતે આવેલા 200 એમ.એલ.ડી. ક્ષમતાના વો.ટ્રી. પ્લાન્ટને રો વોટરનો ખૂટતો જથ્થો પુરો પાડવા માટે રો વોટર પંપ હાઉસ સાથે જોડવાની કામગીરી. - કોતરપુર વોટર વકર્સ થી સાબરમતી નદી પર જરૂરી બ્રીજ બનાવી, બ્રીજ ઉપર પાઇપ લાઇન ક્રોસ કરી ભાટ પાછળ ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશનના બ્રાન્ચ રોડ થઇ મુખ્ય રોડ સુધી આશરે 1 કી.મી. 2200 મી.મી. વ્યાસની એમ.એસ પાઇપ લાઇન નાંખવાની કામગીરી. - ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશનના મુખ્ય રોડ પર સરદાર પટેલ રીંગ રોડ (ભાટ ટોલ પ્લાઝા પાસે) સુધી મુખ્ય ડામર રોડમાં આશરે 1.8 કી.મી.1600 મી.મી. વ્યાસની એમ .એસ પાઇપ લાઇન નાંખવાની કામગીરી. - સરદાર પટેલ રીંગ રોડ સમાંતર ભાટ સર્કલ થઇ તપોવન સર્કલ સુધી હયાત સર્વિસ રોડમાં ડામર રોડ તોડી તથા ભાટ સર્કલ (એપોલો સર્કલ) સ્ટેટ હાઇવે પુશીગ મેથડ થી ક્રસ કરવા સાથે આશરે 2.7 કી.મી. 1600 મી.મી. વ્યાસની એમ.એસ.પાઇપ લાઇન નાંખવાની કામગીરી. - તપોવન સર્કલ થી વિસત તરફ જતાં પ્રમુખ સ્વામી મહારાજ રોડ (સૃષ્ટી આર્કેડ) સુધી સર્વિસ રોડમાં આશરે 1.3 કી.મી.1600 મી.મી. વ્યાસની એમ. એસ લાઇન નાંખી, હયાત 1300 મી.મી. વ્યાસની લાઇન સાથે જોડાણ કરવાની કામગીરી

સાબરમતી નદી પર રીવર ક્રોસિંગ બ્રીજની વિગત

(1) બ્રીજની લંબાઇ 400 મીટર તથા પહોળાઇ 7.7 મીટર (2) બ્રીજના કુલ સ્પાન 10 નંગ, સ્પાન લંબાઇ 40 મીટર (3) સબ સ્ટ્રકચર : આર.સી.સી. પાઇલ, પાઇલ કેપ તથા પીયર (4) સુપર સ્ટ્રકચર: આર.સી.સી. ડેક સ્લેબ સાથે સ્ટીલ ટ્રસ તથા લાઇટીંગ એરેજમેન્ટ

અન્ય સમાચારો પણ છે...