તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદ પોલીસની કાર્યવાહી:વસ્ત્રાપુરની S.N. બ્લૂ હોટેલના રૂમમાં મોડી રાત્રે દારૂની મહેફિલ માણતા 9 પકડાયા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • દરોડા વખતે 2 યુવતી પણ રૂમમાં હતી, પરંતુ તેમણે દારૂ પીધો ન હોવાથી જવા દેવાઈ
  • કોરોનાને કારણે ઘણાં સમયથી મળી શક્યા ન હોવાથી મિત્રોએ ભેગા મળી દારૂની પાર્ટી યોજી હતી

વસ્ત્રાપુરમાં આવેલી એસ. એન. બ્લૂ હોટેલના એક રૂમમાં દારૂની મહેફિલ માણતા 9 યુવકો અને 2 યુવતી પકડાયાં હતાં. જોકે તેમાંથી યુવતીએ દારૂ પીધો ન હોવાથી પોલીસે તેમને જવા દીધી હતી. જ્યારે 9 યુવકની ગુનો નોંધી ધરપકડ કરાઈ હતી. કોરોના બાદ બજારો ખૂલતા મિત્રો લાંબા સમયે દારૂ પાર્ટી માટે ભેગા થયાનું તેમણે પોલીસ સમક્ષ કબૂલ્યું હતું.

11 લોકો રૂમમાંથી પકડાયા
વસ્ત્રાપુરના શૈલી કોમ્પ્લેક્સમાં આવેલી હોટેલ એસ.એન.બ્લૂના ત્રીજા માળે રૂમ નં. 313માં ભેગા થયેલા યુવક-યુવતીઓ દારૂની મહેફિલ માણતાં હોવાની માહિતી સોમવારે મોડી રાતે 1.45 વાગ્યે વસ્ત્રાપુર પોલીસને મળતાં પોલીસે મહિલા પોલીસ સાથે હોટેલ પહોંચી રૂમનો દરવાજો ખખડાવતા એક યુવકે રૂમ ખોલ્યો ત્યારે રૂમમાં 9 યુવકો અને 2 યુવતીઓ હાજર હતી. જ્યારે ટેબલ પર દારૂની 2 અડધી ભરેલી બોટલ, બિયરની 1 સીલબંધ બોટલ, નમકીન, દારૂ ભરેલા ગ્લાસ મળી આવ્યા હતા. પોલીસે વારાફરતી તમામ યુવકના મોં સૂંઘતા, મોંમાંથી દારૂની વાસ આવતી હતી. જ્યારે 2 યુવતીના મોં સૂંઘતા તેમણે દારૂ પીધો ન હોવાથી તેમને જવા દીધી હતી. જ્યારે 9 યુવકોની વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી.

મોટાભાગના યુવકો ખાનગી કંપનીમાં કામ કરે છે
આ અંગે વસ્ત્રાપુરના પીઆઈ આર. એમ. સરોદે કહ્યું હતું કે, મોટા ભાગના યુવકો ખાનગી કંપનીઓમાં નોકરી કરે છે, તેમના મિત્રો અંબાજીથી આવ્યા હોવાથી ઘણા સમય બાદ મિત્રો ભેગા થયા હોવાથી દારૂની મહેફિલનું આયોજન કર્યું હતું.

દારૂ પીતાં આ 9 યુવકોની ધરપકડ
1. વરસાદ શાહ(ઉં.25, સત્યમ સિટી, અંબાજી)
2. વૈભવ શાહ(ઉં., 27, રાજ પેલેસ, પાલડી)
3. સાહિલ શાહ (ઉં.28, રત્નમ ફ્લેટ,વાસણા)
4. સંજય પટેલ(ઉં. 30, સહજાનંદ બંગ્લોઝ,રાણીપ)
5. વિકાસ શાહ(ઉં.26, સત્યમ સિટી,અંબાજી)
6. વિકી શાહ (ઉં.30, સત્યમ સિટી,અંબાજી)
7. વિશાલ પરીખ (ઉં.28, કેદારનાથ એપાર્ટ.,વસ્ત્રાપુર)
8. જિગર પરમાર (ઉં.29, રામતીર્થ સોસાયટી, જીવરાજ પાર્ક)
9. જૈનમ શાહ(ઉં.29, રિયા રેસિડન્સી,વાસણા)

અન્ય સમાચારો પણ છે...