તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરકારનો દાવો પોકળ ને પાણી પાતાળમાં!:રાજ્યમાં પાણીની 17 હજાર કરોડની 9 મોટી યોજના, છતાં કચ્છ હોય કે ડાંગ, લોકો ખાડામાં પાણી શોધે છે

અમદાવાદ, નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આ તસવીર ડોન, બરડા અને બીલમાળ ગામની છે. જેમાં જાતે ખાડા અને ઝરા ખોદી બે-ત્રણ બેડાં પીવાના પાણી માટે મહિલાઓએ સંઘર્ષ કરવો પડે છે. - Divya Bhaskar
આ તસવીર ડોન, બરડા અને બીલમાળ ગામની છે. જેમાં જાતે ખાડા અને ઝરા ખોદી બે-ત્રણ બેડાં પીવાના પાણી માટે મહિલાઓએ સંઘર્ષ કરવો પડે છે.
  • સરકાર કહે છે - રાજ્યના 83 ટકા ઘરોના નળમાં પાણી આવે છે

‘નલ સે જલ’ યોજના હેઠળ રાજ્યમાં 83 ટકા ઘરોને પોતાના ઘરઆંગણે જ પીવાનું પાણી મળતું હોવાનો દાવો સરકાર દ્વારા કરવામાં આવે છે. રાજ્યમાં પાણીની રૂપિયા 17 હજાર કરોડની વિવિધ 9થી વધારે યોજનાઓ છતાં કચ્છ, ડાંગ કે અમુક જિલ્લાઓમાં લોકો ખાડામાં પાણી શોધી રહ્યા છે એ હકીકત છે. જલ જીવન મિશન ડેશબોર્ડ પ્રમાણે, રાજ્યના 93 લાખ ઘરોમાંથી 77.28 લાખ ઘરોમાં નળથી ઘરઆંગણે પીવાનું પાણી મળે છે.

ખાડામાં ઉતરી બે બેડાં પાણી ભરવા મથતી મહિલાઓની તસવીર
ખાડામાં ઉતરી બે બેડાં પાણી ભરવા મથતી મહિલાઓની તસવીર

સોનગીરમાં કૂવો જંગલમાં હોવાથી મહિલાઓને હાલાકી
ગોવા, તેલંગાણા અને હરિયાણા પછી ગુજરાત નલ સે જલ યોજનામાં આગળના ક્રમે છે. ડાંગમાં 81 ટકા, કચ્છમાં 96 ટકા ઘરોમાં નળથી ઘરઆંગણે પીવાનું પાણી મળે છે એવો દાવો કરાય છે. જોકે ડાંગના 50થી વધુ ગામોમાં દર વર્ષે પાણીની ગંભીર સમસ્યા સર્જાય છે. સોનગીર ગામમાં કૂવો જંગલમાં હોવાથી મહિલાઓએ સામૂહિક રીતે પાણી ભરવા જવું પડે છે. નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા પાણીની વિવિધ યોજનાઓ પર વર્ષે અંદાજે રૂ. 15 હજાર કરોડનો ખર્ચ કરાય છે. સરદાર સરોવર યોજનામાં અત્યાર સુધી રૂ. 72 હજાર કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. રૂ. 15685 કરોડ તો લોનના વ્યાજ પેટે ખર્ચાયા છે. નલ સે જલ યોજનામાં દર વર્ષે પાણી પુરવઠા બોર્ડ દ્વારા 3 હજાર કરોડથી વધારે ખર્ચ કરાય છે.

ઊંડા ખાડામાં ઊતરીને પાણી ભરવા મજબૂર મહિલાઓ
ઊંડા ખાડામાં ઊતરીને પાણી ભરવા મજબૂર મહિલાઓ
  • રાજ્યમાં 83 ટકા ઘરોને ઘરઆંગણે પીવાનું પાણી મળી રહે છે એવો સરકારી દાવો
  • નલ સે જલ યોજના માટે દર વર્ષે રૂ. 3થી 4 હજાર કરોડ ખર્ચ કરવામાં આવે છે
  • સરદાર સરોવર યોજનામાં કુલ 72 હજાર કરોડ ખર્ચાયા, 15 હજાર કરોડ લોન વ્યાજ પેટે

કૂવામાં 20થી 25 ફૂટ ઉતરી પાણી ભરવું પડે
ઉનાળામાં તેઓનાં ગામમાં પાણીની ભારે તંગી વર્તાય છે. કૂવાઓ સુકાઈ જાય છે તેમજ કૂવામાં ઝરામાંથી ધીરે ધીરે પાણી એકઠું થતું હોવાથી કૂવામાં 20થી 25 ફૂટ ઉતરીને પાણી ભરવું પડે છે. - સીતાબેન, સ્થાનિક, બરડા ગામ

નર્મદા યોજનામાં વર્ષે રૂ. 7000 કરોડ, નલ સે જલ માટે 4000 કરોડની ફાળવણી

યોજનાબજેટહેતું
સૌની યોજનાનો ત્રીજો તબક્કોરૂ. 1071 કરોડ

નર્મદાના પૂરમાં વહી જતા પાણીથી સૌરાષ્ટ્રનાં જળાશયો, તળાવો ભરવા

નલ સે જલ યોજનારૂ. 3974 કરોડ

ગ્રામ્ય, શહેરી વિસ્તારોમાં દરેક ઘરે પૂરતું પાણી પહોંચાડવાની વ્યવસ્થા

નર્મદા યોજનારૂ. 7370 કરોડ

પાણી પુરવઠા ગ્રીડ દ્વારા પાણીની તંગીવાળા વિસ્તારોમાં પાણી પહોંચાડવું

અટલ ભૂજલ યોજનારૂ. 757 કરોડ

ભૂગર્ભ જળને રિચાર્જ કરી પાણીના તળ ઊંચા આવે એ હેતું

જળસંચયના કામો માટેરૂ. 312 કરોડ

જળસ્રોતોને પુન:જીવિત કરી જળસંગ્રહ ક્ષમતા વધારી પાણીદાર બનવું

સુજલાસ સુફલામ યોજનારૂ. 10 કરોડ

નર્મદા, કડાણાના વધારાના પાણીથી ઉ. ગુજરાતના જળાશયો, તળાવો ભરવા

આદિજાતિ વિસ્તાર માટેરૂ. 1349 કરોડ

આદિવાસી વિસ્તારોમાં પાણીને લગતી દરેક સમસ્યાનું નિરાકરણ કરવું

ભાડભૂત બેરેજ યોજનારૂ. 1453 કરોડ

દરિયાના ખારા પાણી નર્મદામાં પ્રવેશતા અટકાવવા, મીઠા પાણીનું જળાશય

સૂક્ષ્મ સિંચાઇરૂ. 679 કરોડડ્રીપ ઇરિગેશનનો વ્યાપ વધારવો

(બજેટ 2021-22ના આધારે)