કોરાનાનો કહેર:અમદાવાદના જમાલપુર, શાહીબાગ, ગોતા અને થલતેજના 9 વિસ્તારો માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન, જુઓ સંપૂર્ણ લિસ્ટ

અમદાવાદ9 મહિનો પહેલા
  • કૉપી લિંક

મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં તોતિંગ ઉછાળો આવ્યો છે. શહેરમાં 369 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી હતા. ત્યારે શહેરમાં વટવા, અસારવા, જમાલપુર, શાહીબાગ, ગોતા અને થલતેજના 9 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. જ્યારે 22ને દૂર કરાતા હવે શહેરમાં 356 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બન્યા છે.

જ્યારે ઈસનપુર, ચાંદખેડા, વાસણા, ચાંદલોડિયા, જોધપુર, થલતેજ, બોડકદેવના 22 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનને દૂર કરવામાં આવ્યા છે.

નવા માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારો સહિત શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આવતીકાલે (26 એપ્રિલે)થી સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાશે. સર્વે દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાશે.

અન્ય સમાચારો પણ છે...