તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘોડાસરની સહકારી સોસાયટીનો મામલો:આકાંક્ષા સોસાયટીના કૌભાંડમાં 9ની આગોતરા જામીન અરજી

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • CIDને તપાસ સોંપાતા સેશન્સમાં અરજી કરાઈ

ઘોડાસરની આકાંક્ષા સોસાયટીના કૌભાંડ કેસમાં સીઆઈડી ક્રાઇમને તપાસ સોંપાતા પ્રમોટર વિક્રમ ભટ્ટ સહિત 9 લોકોએ એડવોકેટ મીનેષ વાઘેલા દ્વારા સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે, જેમાં અનંત રાઠોડની અરજી પર 1 જાન્યુઆરીએ જ્યારે વિક્રમ ભટ્ટ, રણજિત શેઠ, વિશાલ ભટ્ટ, પલ્લવી ભટ્ટ, રોનક ભટ્ટ, શ્રુતિ ભટ્ટ, જોલી ભટ્ટ અને રજની મકવાણાની અરજીની સુનાવણી 2 જાન્યુ.એ થશે.

આકાંક્ષા સહકારી સોસાયટીના પ્રમોટર વિક્રમ ભટ્ટ અને પરિવારજનોએ સહકારી કાયદામાં વહીવટી ચલાવવાને બદલે કૌભાંડ આચર્યું હોવા અંગે સોસાયટીના ચેરમેન રાજેશ ટાંકે વકીલ અનિલ કેલ્લા દ્વારા ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં ફરિયાદ કરી હતી, જેમાં ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એ. વાય. દવેએ સીઆઈડી ક્રાઇમને તપાસ સોંપી 90 દિવસમાં રિપોર્ટ કરવા આદેશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો