તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વિસ્ફોટ:થલતેજના આખેઆખા સુવાસ એપાર્ટમેન્ટ સહિત નવા 35 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયા અને 18ને દૂર કરાયા, 335 અમલી

અમદાવાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ શહેરમાં AMCની હેલ્થ ટીમ 9 એપ્રિલે સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરશે

મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. શહેરમાં 318 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી હતાં. ત્યારે થલતેજનું આખેઆખું સુવાસ એપાર્ટમેન્ટ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યું છે. આજે સરખેજ, જીવરાજપાર્ક, સેટલાઈટ, ઈન્દ્રપુરી, ઘોડાસર, લાંભા, શાહીબાગ, ગોતા, થલતેજ, ચાંદલોડિયા, બોડકદેવ, નિકોલ રામોલ, ચાંદખેડા, નવરંગપુરા, કેશવનગર સ્ટેડિયમ, રાણીપ અને નારણપુરાના ના 35 વિસ્તારોને નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન વિસ્તારમાં ઉમેરાયા છે. જ્યારે વિવિધ વિસ્તારમાં 18 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન દૂર કરવામાં આવ્યા છે. હવે 335 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બન્યાં છે.

નવા માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારો સહિત શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આવતીકાલે (9 એપ્રિલ)થી સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાશે. સર્વે દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાશે.

શહેરમાં 900થી વધુ કેસ
કોર્પોરેશનની ચૂંટણી અને ક્રિકેટ મેચને પગલે ઉત્તરોત્તર કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. શહેર અને જિલ્લામાં કોરોનાકાળમાં પહેલીવાર 975થી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 977 નવા કેસ અને 490 દર્દી સાજા થયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 8 અને જિલ્લામાં એક દર્દીના મોત થતાં મૃત્યુઆંક 2,398 પર પહોંચ્યો છે.

7 એપ્રિલની સાંજથી 8 એપ્રિલની સાંજ સુધીમાં શહેરમાં 951 અને જિલ્લામાં 26 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 470 અને જિલ્લામાં 20 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 78,611 થયો છે. જ્યારે 72,430 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો