તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નળ સે જળ યોજના:8831 લોકોએ તમામ પુરાવા છતાં પાણી કનેક્શન ગેરકાયદે લીધું હતું

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નળ સે જળ યોજનામાં મ્યુનિ.એ 16 હજાર કનેક્શન કાયદેસર કર્યાં
 • પૂર્વ ઝોનમાં સૌથી વધુ 5247 પાણીનાં જોડાણ કાયદેસર કરાયાં

રાજ્ય સરકારે પાણીના ગેરકાયદે કનેકશનને કાયદેસર કરવા આપેલી સૂચના પછી મ્યુનિ.એ 15840 કનેકશન કાયદેસર કર્યા છે. 8831 લોકો પાસે તો તમામ પુરાવા હોવા છતાં તેમણે ગેરકાયદે કનેકશન મેળવ્યા હતા .

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર માત્ર રૂ. 500 જેટલો ચાર્જ લઇને કોઇપણ વ્યક્તિના ગેરકાયદે મેળવેલા પાણીના જોડાણને કાયદેસર કરી આપવા માટે રાજ્ય સરકારની યોજનાને અનુરૂપ મ્યુનિ. તંત્ર દ્વારા યોજના બનાવવામાં આવી હતી. જે યોજનામાં અત્યાર સુધીમાં 15840 લોકોએ લાભ મેળવ્યો છે. જેમાં સૌથી વધુ લાભ પૂર્વઝોનના રહીશોએ મેળવ્યો છે. જ્યારે સૌથી ઓછો લાભ મધ્યઝોનના રહીશોએ મેળવ્યો છે.

ગેરકાયદે બાંધકામને લાભ અપાશે
મ્યુનિ તંત્ર દ્વારા કરાયેલા પરિપત્ર અંતર્ગત કોઈપણ રહેણાંક મકાનને નળ કનેકશન આપવા માટે તંત્ર તૈયાર છે. આ યોજના હેઠળ ઝુપડપટ્ટી કે કોઈપણ ગેરકાયદે બાંધકામમાં પણ તંત્ર નળ કનેક્શન આપવા તૈયાર છે. જોકે આ નળ કનેક્શન માલિકીનો પુરાવો ગણાશે નહીં.

ઝોનવાર કાયદેસર કનેક્શન

ઉ.પશ્ચિમ3481
દ.પશ્ચિમ1786
પશ્ચિમ1081
મધ્ય103
ઉત્તર2921
પૂર્વ5247
દક્ષિણ1221
કુલ15840
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો