તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઉંમર 87 વર્ષ પણ જુસ્સો પતંગ જેવો. ભાનુભાઈ શાહનું જીવન પતંગ માટે સમર્પિત. તેમનો પરિવાર પણ પતંગપ્રેમી. તેમણે અમદાવાદમાં દેશના પહેલા અને દુનિયાના બીજા પતંગ મ્યુઝિયમની શરૂઆત કરી. ભાનુભાઇ શાહ પતંગનો આખો ઇતિહાસ સાથે લઇને ફરે છે. જાણો તેમના સંસ્મરણો તેમના જ શબ્દોમાં...
ગત 6 જાન્યુઆરીએ મને 87મું વર્ષ બેઠું. 1935માં મારો જન્મ અને પતંગ મ્યુઝિયમની પણ 35મી વર્ષગાંઠ, આનાથી રુડું શું હોઇ શકે? મારો જન્મ અમદાવાદમાં પણ મૂળ અમે કઠલાલના. સંસ્કાર કેન્દ્ર, પાલડીમાં ડીસ્પ્લે આર્ટિસ્ટ તરીકે નોકરી શરૂ કરી અને નિયામક તરીકે નિવૃત થયો. મને કાયમ પૂછવામાં આવે કે કેવી રીતે પતંગો સાથે નાતો જોડાયો? 1957 આસપાસ કોટ વિસ્તારમાં ફર્નાન્ડિઝ પુલ નીચે પતંગોની બજાર જામતી. બરેલી, બિકાનેર, લખનૌ, આગ્રા, મથુરા જેવા શહેરોથી કારીગરો મહિના પહેલાં આવી જતા. એક દિવસ અચાનક મારી નજર એક દુકાનમાં લટકાવેલી પતંગો પર ગઈ. એવું થાય કે કોઈ ચિત્રકારે એ પતંગો બનાવી હશે. મેં એ પતંગો લેવા કારીગર જોડે વાત કરી તો જવાબ મળ્યો કે, ‘પતંગો વેચાવા માટે નથી. મારી આવડત દર્શાવવા તેને અહીયાં મૂકી છે.’ પછી તો આવા પતંગો બનાવતા અન્ય કારીગરો પણ મને જડયા. મેં પતંગનો સંગ્રહ કરવાનું શરૂ કર્યું. ત્યારે મારી ઉંમર આશરે ૨૧ વર્ષ હશે. 1981માં ફ્રાન્સથી ફિલ્મ મેકર જેકલીન મોને મને પૂછ્યું કે, તમારે અહીં પતંગ શીખવાડવાના કોઇ ક્લાસ થાય છે, ખરા? મારાથી જવાબ અપાયો કે, બાળક જન્મ સાથે જ શીખવાની શરૂઆત કરે છે. 1982માં ફ્રાન્સની ચેનલ9 પર ફિલ્મ પ્રસારિત થઇ હતી. નડિયાદ, સુરત, વડોદરાથી પણ પતંગ એકત્ર કર્યા હતા.
આ રીતે અમદાવાદમાં બન્યું કાઇટ મ્યુઝિયમ
1986ની 26મી ફેબ્રુઆરીએ અમદાવાદમાં પતંગ મ્યુઝિયમની શરૂઆત થઇ ત્યારે સમગ્ર દુનિયાના મીડિયાએ તેને ચમકાવ્યું હતું. 1983માં ભાનુભાઇએ કાઇટ મ્યુઝિયમ ટ્રસ્ટ બનાવ્યું હતું. ડૉ. કનૈયાલાલ બિહારી મેનેજિંગ ટ્રસ્ટી હતા. અહીં પતંગના ઇતિહાસને પણ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં મૂકવામાં આવ્યો છે. જેના રિસર્ચ માટે 3 વર્ષનો સમય લાગ્યો હતો.
પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.