IIFL વેલ્થ-હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2022:ધનિકોની યાદીમાં ગુજરાતની 86 વ્યક્તિ સામેલ, ગત વર્ષની સરખામણીએ 70% વધુ, રાજ્યના 52% ધનિકો અમદાવાદમાં રહે છે

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડાબેથી ગૌતમ અદાણી અને પંકજ પટેલ. - Divya Bhaskar
ડાબેથી ગૌતમ અદાણી અને પંકજ પટેલ.
  • ધનિકોની યાદીમાં ગુજરાતમાંથી 13 નવી વ્યક્તિ ઉમેરાઈ
  • ચાલુ વર્ષે ગુજરાતમાંથી બે મહિલા ધનિકે યાદીમાં પ્રવેશ કર્યો

હુરુન રિપોર્ટ ઇન્ડિયા અને IIFL વેલ્થએ 2022ની એડિશન ‘IIFL હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2022’ જાહેર કરી હતી. આ રૂ. 1,000 કરોડ કે વધારે સંપત્તિ ધરાવતી સૌથ વધુ ધનિક વ્યક્તિઓની યાદીઓનું સંકલન છે. હુરુન રિપોર્ટ ઇન્ડિયા અને IIFL વેલ્થએ આજે IIFL વેલ્થ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2022માં ગુજરાતમાંથી સૌથી વધુ ધનિક વ્યક્તિઓનું વધારે વિશ્લષણ પ્રસ્તુત કર્યું હતું. સંપત્તિની ગણતરી 30 ઓગસ્ટ, 2022 સુધીની છે.

સૌથી વધુ ધનિકો ફાર્મા ક્ષેત્રમાંથી
IIFL વેલ્થ હુરુન ગુજરાત રિચ લિસ્ટ વિશે IIFLવેલ્થના સહ-સ્થાપક અને જોઇન્ટ સીઇઓ યતિન શાહે કહ્યું હતું કે, 86થી વધારે વ્યક્તિઓ ગુજરાતમાંથી IIFL વેલ્થ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2022માં સામેલ થઈ છે. ગુજરાતના સૌથી વધુ ધનિકો ફાર્મા ક્ષેત્રમાંથી છે અને ત્યારબાદ સૌથી વધુ ધનિકો કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રના તથા જ્વેલરી ક્ષેત્રના છે.”

ટોપ 10માં 2 અને ઇન્ડિયા ટોપ 10માં 4 ઉદ્યોગસાહસિક ગુજરાતી મૂળના
આ લોંચ પર હુરુન ઇન્ડિયાના એમડી અને ચીફ રિસર્ચર અનાસ રહમાન જૂનૈદે કહ્યું હતું કે, “11 વર્ષમાં 17 ગણો વધારો. IIFL વેલ્થ હુરુન ગુજરાત રિચ લિસ્ટમાં સામેલ એન્ટ્રન્ટ દસ વર્ષ અગાઉ 5થી ઓછા હતા, જે અત્યારે વધીને 86 થઈ ગયા છે. હકીકત એ છે કે, ગ્લોબલ ટોપ 10માં 2 અને ઇન્ડિયા ટોપ 10માં 4 ઉદ્યોગસાહસિકો ગુજરાતી મૂળના છે, જે ગુજરાતી સમુદાયના ઉદ્યોગસાહસિકતાના ગુણોનું પ્રતિબિંબ છે. IIFL હુરુન ગુજરાત રિચ લિસ્ટ ઉદ્યોગસાહસિકોની નજર ગુજરાતના અર્થતંત્રના પરિવર્તનની સમજણની પારાશીશી છે."

અનાસ રહમાન જૂનૈદે તેમની વાત પૂરી કરતાં કહ્યું હતું કે, “રાષ્ટ્રીય સ્તરે IIFL વેલ્થ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2022માં ટ્રેન્ડ્સ પુરવાર કરે છે કે, ભારતે વૈશ્વિક કટોકટી સામે બૂસ્ટર શોટ મેળવ્યો છે. યુક્રેનનું યુદ્ધ હોય કે મોંઘવારીનું દબાણ હોય, ભારતની વિકાસગાથા તમામ અવરોધો વચ્ચે જળવાઈ રહી છે અને IIFL વેલ્થ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટમાં સામેલ 1,103 વ્યક્તિઓમાં 149 વ્યક્તિઓએ પ્રવેશ કર્યો છે. આ તમામની કુલ સંપત્તિ રૂ. 100 લાખ કરોડ છે.”

ટોપ 10 વ્યક્તિઓ
અગાઉના વર્ષની સરખામણીમાં વર્ષ 2022માં ટોપ 10 વ્યક્તિઓ માટે કટ-ઓફ રૂ. 1,800 કરોડ વધીને રૂ. 15,300 કરોડ થયું. રાજ્યના ટોપર ગૌતમ અદાણી એન્ડ ફેમિલીની સંપત્તિમાં એક વર્ષના ગાળામાં 116 ટકાનો વધારો થયો હતો.

રેન્કનામસંપત્તિ(રૂ.કરોડમાં)ફેરફાર%કંપનીવયશહેરના રહેવાસી
1ગૌતમ અદાણી એન્ડ ફેમિલી10,94,400116%અદાણી60અમદાવાદ
2પંકજ પટેલ એન્ડ ફેમિલી34,900-29%ઝાયડસ લાઇફસાયન્સિસ69અમદાવાદ
3કરસનભાઈ પટેલ એન્ડ ફેમિલી34,400-11%નિરમા78અમદાવાદ
4સમીર મહેતા એન્ડ ફેમિલી27,0004%ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ59અમદાવાદ
4સુધીર મહેતા એન્ડ ફેમિલી27,0004%ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ68અમદાવાદ
6સંદીપ પ્રવીણભાઈ એન્જિનિયર એન્ડ ફેમિલી26,000-2%એસ્ટ્રલ61અમદાવાદ
7ભદ્રેશ શાહ16,20020%એઆઇએ એન્જિનિયરિંગ70અમદાવાદ
8બિનિશ હસમુખ ચુડગર એન્ડ ફેમિલી15,30010%ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ્સ58અમદાવાદ
8નિમિશ હસમુખ ચુડગર એન્ડ ફેમિલી15,30010%ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ્સ62અમદાવાદ
8ઉર્મિશ હસમુખ ચુડગર એન્ડ ફેમિલી15,30010%ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ્સ63અમદાવાદ
અન્ય સમાચારો પણ છે...