તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વકર્યો:અમદાવાદમાં સિવિલ કેમ્પસની કોવિડ હોસ્પિટલમાં કુલ 840 દર્દીઓ દાખલ, ખાનગી હોસ્પિટલોમાં 851 ICU બેડમાંથી 690 બેડ ભરાઈ ગયા

અમદાવાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ પ્રમાણે શહેરમાં એક્ટિવ કેસો માત્ર 1929 છે ( ફાઈલ ફોટો) - Divya Bhaskar
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ પ્રમાણે શહેરમાં એક્ટિવ કેસો માત્ર 1929 છે ( ફાઈલ ફોટો)
  • ખાનગી કોવિડ હોસ્પિટલમાં કુલ 3390 બેડમાંથી 2530 બેડ પર દર્દીઓ સારવાર હેઠળ છે
  • સિવિલ હોસ્પિટલમાં 75 ટકા દર્દીઓને ઓક્સિજનની જરૂરિયાત છે

માર્ચથી શહેરમાં કોરોના વાઈરસે રીતસરનો ભરડો લીધો છે. છેલ્લા 12 દિવસમાં લગભગ 7,500 કેસ નોંધાયા છે. એક સમયે શહેરની ખાનગી હોસ્પિટલોમાં 96 ટકા સુધી કોરોનાના બેડ ખાલી રહેતા હતા. જે આજે 23 ટકાએ પહોંચી ગયા છે. અર્થાત્ 77 ટકા સુધી બેડ ભરાઈ ગયા છે. જો કે, મ્યુનિ. હજુ માત્ર 1929 એક્ટિવ દર્દી હોવાનો દાવો કરે છે.

ખાનગી હોસ્પિટલોમાં લગભગ 1460 જેટલા આઈસોલેશન બેડ છે જેમાંથી 1085 એટલે કે 74 ટકા ભરાઈ ગયા છે. વેન્ટિલેટર વગરના બેડની વાત કરીએ તો 83 ટકા બેડ ભરાઈ ચૂક્યા છે. જ્યારે વેન્ટિલેટર સાથેના 77 ટકા બેડ ભરાયા છે. ખાનગી હોસ્પિટલોના કુલ બેડમાંથી હવે 23 ટકા બેડ જ ખાલી છે. એસવીપી હોસ્પિટલમાં પણ કોરોનાના 200 જ્યારે સિવિલ હોસ્પિટલમાં 800થી વધુ સારવાર લઈ રહ્યા છે. 1200 બેડની સિવિલ હોસ્પિટલ ટૂંક સમયમાં ભરાઈ જાય તેવી શક્યતા છે. િસવિલ કેમ્પસમાં આવેલી કિડની અને કેન્સર હોસ્પિટલમાં પણ હવે કોરોનાના દર્દીને સારવાર અપાઈ રહી છે.

ખાનગી હોસ્પિટલોની સ્થિતિ

બેડનો પ્રકારકુલ બેડભરેલાખાલી બેડ
આઈસોલેશન14621085 (74%)377 (26%)
એચડીયુ15091187 (79%)322 (21%)
વેન્ટિલેટર વગરના567470 (83%)97 (17%)
વેન્ટિલેટર સાથે284220 (77%)64 (23%)
કુલ38222962 (77%)860 (23%)

75 ટકા દર્દીઓને ઓક્સિજનની જરૂરિયાત

અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો વધતાં હવે હોસ્પિટલો પણ હાઉસફૂલ થઈ રહી છે. અગાઉ કોરોનાના દર્દીઓને 1200 બેડની હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં હતાં પણ હવે કેમ્પસમાં આવેલી અન્ય હોસ્પિટલમાં પણ દર્દીઓને ખસેડવામાં આવી રહ્યાં છે. જેમાં 75 ટકા દર્દીઓને કોઈપણ સંજોગોમાં ઓક્સિજનની જરૂરિયાત છે. છેલ્લા બે સપ્તાહમાં કોરોનાના કારણે અનેક પરિવાર સંક્રમિત થઈ રહ્યાં છે. નવા સ્ટ્રેનમાં પરિવારના એક કરતાં વધુ સભ્યો કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે. ડોક્ટરના જણાવ્યા પ્રમાણે અગાઉ માઈલ્ડ ટુ મોડરેટ દર્દીઓ આવતાં હતાં પણ હવે ગંભીર દર્દીઓની સંખ્યા વધી રહી છે.

અગાઉ માઈલ્ડ ટુ મોડરેટ દર્દીઓ આવતાં હતાં પણ હવે ગંભીર દર્દીઓ વધ્યા
અગાઉ માઈલ્ડ ટુ મોડરેટ દર્દીઓ આવતાં હતાં પણ હવે ગંભીર દર્દીઓ વધ્યા

1200 બેડની હોસ્પિટલમાં 647 દર્દીઓ સારવાર હેઠળ
પ્રાપ્ત માહિતી પ્રમાણે 1200 બેડની હોસ્પિટલમાં 647 દર્દીઓ સારવાર હેઠળ છે. સિવિલ કેમ્પસમાં હાલમાં 12 દર્દીઓ વેન્ટિલેટર પર, 125 દર્દીઓ બાયપેપ પર, 322 દર્દીઓ ઓક્સિજન પર અને 175 દર્દીઓની સ્થિતિ સ્થિર છે. સિવિલ કેમ્પસમાં 75 ટકા દર્દીઓને કેટલાક પ્રકારની ઓક્સિજન થેરાપી પર રાખવામાં આવ્યાં છે. 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં 920 બેડ રિઝર્વ હતા, કેસ વધતા કિડનીમાં 169 બેડ હસ્તક કર્યા હતા, કાલથી કેન્સર હોસ્પિટલમાં 30 બેડ વધુ હસ્તક કર્યા છે. ગઈકાલે ટ્રાયઝમાં 110 દર્દીઓ આવ્યા હતા, જેમાં છેલ્લા ત્રણ દિવસની સરખામણીમાં ઘટાડો થયો છે.

ખાનગી હોસ્પિટલોમાં બેડની સ્થિતિ
ખાનગી હોસ્પિટલોમાં બેડની સ્થિતિ

ખાનગી હોસ્પિટલોમાં 75 ટકાથી વધુ બેડ ભરાઈ ગયા
અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ખાનગી હોસ્પિટલોમાં 75 ટકાથી વધુ બેડ ભરાઈ ગયા છે. જ્યાં હાલમાં 78 ટકા દર્દીઓ ICU વિથ વેન્ટિલેટરના બેડ પર સારવાર લઈ રહ્યાં છે. હાલની પરિસ્થિતિમાં ખાનગી કોવિડ હોસ્પિટલમાં કુલ 3390 બેડ કોરોનાના દર્દીઓ માટે ફાળવવામાં આવ્યાં છે. જેમાં 2530 બેડ પર દર્દીઓ સારવાર હેઠળ છે. તેમજ કુલ 860 બેડ ખાલી છે.

ખાનગી કોવિડ હોસ્પિટલમાં ICU વિથ વેન્ટિલેટરના 284 માંથી 220 બેડ ફૂલ
ખાનગી કોવિડ હોસ્પિટલમાં ICU વિથ વેન્ટિલેટરના 284 માંથી 220 બેડ ફૂલ

ખાનગી હોસ્પિટલના બેડની સ્થિતિ
ખાનગી કોવિડ હોસ્પિટલમાં ICU વિથ વેન્ટિલેટરના 284 માંથી 220 બેડ ફૂલ થઈ ગયાં છે. જ્યારે 64 જેટલા ICU વિથ વેન્ટિલેટરના બેડ ખાલી છે. આઈસોલેશનના 1030 બેડ ફાળવવામાં આવ્યાં છે. જેમા્ં 653 દર્દીઓ સારવાર હેઠળ છે અને 377 બેડ ખાલી છે. HDUમાં 1509 બેડ ફાળવાયા છે. જેમાં 1187 બેડ પર દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. 322 બેડ હાલમાં ખાલી છે. ICU વિધાઉટ વેન્ટિલેટરના બેડની વાત કરીએ તો 567 બેડ ફાળવવામાં આવ્યાં છે. જેમાં 470 બેડ પર દર્દીઓ સારવાર હેઠળ છે અને 97 બેડ ખાલી છે.

શહેરમાં માત્ર 1929 કોરોનાના એક્ટિવ કેસ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આંકડા પ્રમાણે શહેરમાં માત્ર 1929 કોરોનાના એક્ટિવ કેસ છે. જ્યારે અમદાવાદની ખાનગી કોવિડ હોસ્પિટલમાં 2530, સિવિલ કેમ્પસમાં 900, SVP હોસ્પિટલમાં જ 200 દર્દીઓ સારવાર હેઠળ છે. AHNA મુજબ અંદાજે 2 હજાર જેટલા કોરોનાના દર્દીઓ હોમ કેર સુવિધા અંતર્ગત કોરોનાની સારવાર લઈ રહ્યાં છે. હાલમાં અમદાવાદ શહેરની જુદી જુદી કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અને હોમ કેર સુવિધા લઈ રહેલા દર્દીઓની સંખ્યા અંદાજે 5600થી વધુ, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ પ્રમાણે શહેરમાં એક્ટિવ કેસો માત્ર 1929 છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો