તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓક્સિજન એક્સપ્રેસ:ગુજરાતથી દિલ્હી સહિત 9 રાજ્ય માટે 84 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન દોડાવી, 7420 ટનથી વધુ લિક્વિડ મેડિકલ ઓક્સિજન પહોંચાડાયો

14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • UP, હરિયાણા, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તેલંગાણા, પંજાબ, દિલ્હી, કર્ણાટક અને મહારાષ્ટ્ર માટે સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેન દોડાવવામાં આવી

દેશભરના વિવિધ રાજ્યોમાં ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો દોડાવવાના પ્રયત્નો ચાલુ રાખતા પશ્ચિમ રેલવે દ્વારા કોવિડ વિરુદ્ધ સંયુક્ત લડતને મજબૂતી પ્રદાન કરવા તથા કોવિડ દર્દીઓ અને તેમના પરિવારોને રાહત પુરી પાડવા માટે લિક્વિડ મેડિકલ ઓક્સિજન (LMO) ના પરિવહન માટે 84 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો દોડાવવામાં આવી છે. આ ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો ગુજરાતથી દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તેલંગાણા, પંજાબ, કર્ણાટક અને મહારાષ્ટ્ર માટે દોડાવવામાં આવી છે.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા જારી કરાયેલી એક અખબારી યાદી મુજબ, પશ્ચિમ રેલવેએ અત્યાર સુધીમાં 84 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો દોડાવી છે અને આ ટ્રેનોમાં 399 ટેન્કરો દ્વારા લગભગ 7420 લિક્વિડ મેડિકલ ઓક્સિજન (LMO)નું પરિવહન કરવામાં આવેલું છે. વહેલી તકે તેમના પોતાના ગંતવ્ય સ્થળો સુધી પહોંચવા માટે આને અગ્રતાના આધારે અવિરત માર્ગ પર દોડાવવામાં આવી રહેલી છે.

રાજકોટ ડિવિઝનમાં હાપાથી 41 ઓક્સિજન એકસપ્રેસ ટ્રેનો દિલ્હી, ગુડગાંવ, કલંબોલી, કનકપુરા અને કોટા માટે દોડાવવામાં આવી હતી અને 223 ટેન્કર દ્વારા 4227.25 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજનનું પરિવહન કરવામાં આવ્યું હતું. જ્યારે 28 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો કાનાલુસથી બેંગ્લોર, ગુંટુર, કનકપુરા, ઓખલા અને સનતનગર માટે દોડાવવામાં આવી હતી તથા 136 ટેન્કરો દ્વારા 2542.15 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજનનું પરિવહન કરવામાં આવ્યું હતું.

અમદાવાદ ડિવિઝનમાં મુન્દ્રા પોર્ટથી પાટલી, સનતનગર અને તુગલકાબાદ માટે 7 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો / કન્ટેનરો દોડાવવામાં આવ્યા હતા અને 24 ટેન્કર દ્વારા 421 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજનનું પરિવહન કરાયું હતું. આવી જ રીતે, 8 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો ભટિંડા અને દિલ્હી માટે ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો દોડાવવામાં આવી હતી, જેમાંથી 5 ટ્રેનો વડોદરાથી રવાના થઈ હતી અને 10 ટેકરો દ્વારા 157.75 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજનનું પરિવહન કરવામાં આવ્યું હતું, જ્યારે 3 ટ્રેનો હજીરા પોર્ટથી દોડાવવામાં આવી હતી અને 6 ટેન્કરો દ્વારા 72.64 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજનનું પરિવહન કરાયું હતું.

8 જૂન, 2021 સુધી ભારતીય રેલવે દ્વારા વિવિધ રાજ્યોને 1603 ટેન્કરો દ્વારા 27600 મેટ્રિક ટનથી વધુ લિક્વિડ મેડિકલ ઓક્સિજન (LMO) પહોંચાડેલો છે. ભારતીય રેલવે ઓક્સિજનની જરૂરિયાતવાળા રાજ્યોને શક્ય તેટલા ઓછામાં ઓછા સમયમાં વધુને વધુ લિક્વિડ મેડિકલ ઓક્સિજનનું સપ્લાય કરવા પ્રતિબદ્ધ છે.

અન્ય સમાચારો પણ છે...