શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 83 કેસ નોંધાયા છે. મોટાભાગના પશ્ચિમના વિસ્તારોમાં નોંધાયા છે. ખાસ કરીને નવરંગપુરા, જોધપુર અને બોડકદેવમાં 70 ટકા કેસ નોંધાયા છે. 204 દિવસ પછી કેસનો આંક 80ને પાર થયો છે. અગાઉ ઓગસ્ટ મહિનામાં 95 કેસ નોંધાયા હતા.
છેલ્લા અઠવાડિયામાં કોરોનાના 220થી વધુ કેસ નોંધાયા
શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં આવી રહેલા કોરોના કેસોમાં એક જ પરિવારના સભ્યો મોટી સંખ્યામાં કોરોનાગ્રસ્ત થતાં હોવાનું જાણવા મળ્યું છે. 26 ઓગસ્ટ પછી પ્રથમ વખત એટલે કે છ મહિના બાદ કોરોના કેસોની સંખ્યા 80 થી ઉપર પહોંચી છે. છેલ્લા અઠવાડિયામાં કોરોનાના 220થી વધુ કેસ નોંધાયા છે. જો કે, મોટાભાગના દર્દી હોમ આઈસોલેશનમાં હોવાનું જાણવા મળ્યું છે. શહેરમાં હાલમાં પણ 180થી વધુ એક્ટિવ કેસ છે.
H3N2ની ટેસ્ટ કિટ ટૂંકમાં આવશે
એચ3એન2 ઇન્ફલુએન્ઝાના કેસમાં વધારો થતાં રાજ્યના આરોગ્ય વિભાગે સિવિલ અને એસવીપી જેવી હોસ્પિટલોમાં એચ3એન2ના ટેસ્ટિંગની કિટ ઉપલબ્ધ કરી છે. આગામી અઠવાડિયે સોલા સિવિલ હોસ્પિટલમાં પણ ટેસ્ટિંગ માટેની કિટ આવી જશે. છેલ્લાં ચાર દિવસથી હોસ્પિટલમાં 9 વર્ષની બાળકી અને 1 વર્ષના બાળક સહિત એચ1એન1ના બે પોઝિટિવ દર્દી સારવાર હેઠળ છે. બંનેની તબિયત સ્થિર છે પણ તેમને જરૂર પડે ઓક્સિજન આપવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.