ધો.12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ:અમદાવાદ રૂરલનું 81.92 ટકા અને શહેરી વિસ્તારનું 79 ટકા પરિણામ, 207 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ધો. 12ની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની તસવીર - Divya Bhaskar
ધો. 12ની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની તસવીર
  • ફેદરા કેન્દ્રનું સૌથી વધુ 95.90 ટકા પરિણામ જાહેર થયું
  • સાબરમતી સેન્ટ્રલ જેલ કેન્દ્રનું 100 ટકા પરિણામ

ગુજરાત બોર્ડનું ધોરણ 12 સાયન્સનું પરિણામ આજે સવારે જાહેર થયું ગયું છે. ગત મહિને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામ બાદ આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 86.91 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ સિટી વિસ્તારનું 79.87 ટકા જ્યારે ગ્રામિણ વિસ્તારના કેન્દ્રોનું 81.92 ટકા પરિણામ આવ્યું છે. અમદાવાદ સિટી વિસ્તારમાં આવેલા ઘાટલોડિયા, વસ્ત્રાલ, રાણીપ, મેમનગર, જોધપુર સહિતના કેન્દ્રો રૂરલમાં ગણાતા હોવાથી આ વખતે શહેર કરતા રૂરલનું પરિણામ વધુ આવ્યું છે.

અમદાવાદ સિટીમાં 106 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ
ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં અમદાવાદ સિટી વિસ્તારના કેન્દ્રોમાંથી 24,266 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં 106 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ, 1630 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ, 3740 વિદ્યાર્થીઓને B1 ગ્રેડ તથા 5000 વિદ્યાર્થીઓને B2 ગ્રેડ આવ્યો હતો. જ્યારે 5083 વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. આવી જ રીતે રૂરલની વાત કરીએ તો 18029 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 101ને A1, 1115ને A2, 2743ને B1 તથા 4009ને B2 ગ્રેડ આવ્યો છે. જ્યારે 3352 વિદ્યાર્થીઓ પરીક્ષામાં એક અથવા વધુ વિષયમાં નાપાસ થયા છે.

ફેદરાનું 95 ટકા પરિણામ
સિટીના અન્ય કેન્દ્રોમાંથી આશ્રમરોડ કેન્દ્રનું 91.32 ટકા, એલિસબ્રિજ કેન્દ્રનું 88.86 ટકા, નારણપુરા કેન્દ્રનું 87.55 ટકા, જમાલપુર કેન્દ્રનું 86.30 ટકા, સોલા રોડ કેન્દ્રનું 85.55 ટકા પરિણામ આવ્યું છે, જ્યારે આદિનાથનગર કેન્દ્રનું સૌથી ઓછું 67.29 ટકા પરિણામ આવ્યું છે. રૂરલ વિસ્તારની વાત કરીએ તો ફેદરાનું સૌથી વધુ 95.90 ટકા, બગોદરાનું 93.63 ટકા, ધોળકાનું 90.74 ટકા તથા ધંધુકાનું 87.45 ટકા પરિણામ જાહેર થયું છે.

સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી 4 કેદીઓ પરીક્ષામાં પાસ
ગુજરાત બોર્ડેની ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં રહેલા કેદીઓએ પણ પરીક્ષા આપી હતી. પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવનારા 6 કેદીઓમાંથી 4 જેટલા કેદીઓએ પરીક્ષા આપી હતી અને આ ચારેય કેદીઓ પરીક્ષામાં પાસ થયા હતા, આમ સેન્ટ્રલ જેલનું 100 ટકા પરિણામ આવ્યું છે. એલિસબ્રિજ બ્લાઈન્ડ કેન્દ્રનું પણ 100 ટકા પરિણામ આવ્યું છે. અહીંના 7 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને તમામ પાસ થયા છે.

અન્ય સમાચારો પણ છે...