તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાઇબર ક્રાઇમ:81 ટ્રાન્ઝેક્શનથી રૂ. 8.10 લાખ ઉપાડનારો ઝડપાયો, હરિયાણાની મેવાતી ગેંગનો હોવાનું ખુલ્યું

અમદાવાદ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
સાઇબર ક્રાઇમ પોલીસે હરિયાણાના મેવાતી ગેંગના મોહમદ રાશિદ નિયાઝ મોહમદ (ઉં.29, પલવલ, હરિયાણા) નામના યુવકની ધરપકડ કરી હતી. - Divya Bhaskar
સાઇબર ક્રાઇમ પોલીસે હરિયાણાના મેવાતી ગેંગના મોહમદ રાશિદ નિયાઝ મોહમદ (ઉં.29, પલવલ, હરિયાણા) નામના યુવકની ધરપકડ કરી હતી.
 • ક્લોન કાર્ડથી અનેક રાજ્યોમાં ટ્રાન્ઝેક્શન કર્યાં

કેનરા બેંકની આશ્રમ રોડ બ્રાંચના એટીએમની કમ્પ્યુટર સિસ્ટમ સાથે ચેડાં કરી 10 દિવસમાં ક્લોન ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી અલગ-અલગ 81 ટ્રાન્ઝેક્શન કરી 8.10 લાખ ઉપાડી ઠગાઈ કરવાના ગુનામાં સાઇબર ક્રાઇમ પોલીસે હરિયાણાના મેવાતી ગેંગના મોહમદ રાશિદ નિયાઝ મોહમદ (ઉં.29, પલવલ, હરિયાણા) નામના યુવકની ધરપકડ કરી હતી. તેની પાસેથી પોલીસે બે મોબાઇલ ફોન, ત્રણ ડેબિટ કાર્ડ, ત્રણ પાસબુક કબજે કરી છે. રાશીદ પલવલ રેલવે સ્ટેશન પાસે કરિયાણાની દુકાન ચલાવે છે. તેણે ફરિદાબાદ યુઈઆઈ ગ્લોબલ ઇન્સ્ટિટ્યૂટથી સેફ કેટરિંગમાં હોટેલ મેનેજમેન્ટની ડિગ્રી મેળવી છે.

આ રીતે કૌભાંડ આચર્યું
આરોપી અલીબાબા પરથી ડાઈબોલ્ડ કંપનીના એટીએમની ડુપ્લિકેટ ચાવી મગાવી એટીએમ સ્ક્રીન લોક ખોલી કે એટીએમની પાવર સ્વિચ બંધ કરી અલગ-અલગ બેંકનાં ડેબિટ કાર્ડથી પૈસા ઉપાડી લેતો હતો. દરમિયાન નાણાં એટીએમમાંથી બહાર આવતા પાવર સ્વિચ બંધ કરી પાવર કેબલ ખેંચી ટ્રાન્ઝેક્શન કરતો હતો, જેથી આ પાવર કેબલ બંધ થતા ટ્રાન્ઝેક્શન લોગ બેંકની એન્ટ્રીમાં પડતા ન હતા.

તુરંત રિફંડને કારણે કેનેરા બેંક ટાર્ગેટ કરી
રાશિદે અલગ અલગ બેંક સાથે અલગ અલગ રાજ્યોમાં જઈ ફ્રોડ કર્યું હતું. તેને અને તેની ગેંગને જાણવા મળ્યું હતું કે, કેનેરા બેંકના ક્રેડિટ કાર્ડથી પૈસા ઉપાડવાથી બેન્કમાં ફરિયાદ કરવાની જરૂર રહેતી નથી અને 24 કલાકમાં રિફંડ થઈ જાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો