ભાસ્કર એનાલિસિસ:SG હાઈવેના 9 સ્પોટ પર વર્ષમાં 81 અકસ્માત, સૌથી વધુ 15 અંદાજ પાર્ટી પ્લોટ પાસે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
SG હાઇવે - ફાઇલ તસવીર - Divya Bhaskar
SG હાઇવે - ફાઇલ તસવીર

સરખેજથી ગાંધીનગર પહોંચવા માટે સરકારે 800 કરોડથી વધુ કરોડના ખર્ચે બ્રિજ બનાવ્યા છે. જે તે સમયે દાવો કરવામાં આવ્યો હતો કે, સરખેજથી માત્ર 20 મિનિટમાં ગાંધીનગર પહોંચી જવાશે. જો કે, છેલ્લા એક વર્ષમાં અહીંના 9 સ્પોટ પર 81થી વધુ ગંભીર અકસ્માતો સર્જાયા છે. જેમાં સૌથી વધુ અંદાજ પાર્ટી પ્લોટ પાસે 15 જેટલા અકસ્માત થયા છે. આ સ્થિતિ જોતાં હવે અમદાવાદ શહેર પોલીસે તેમની હદમાં આવતા એસજી હાઈવે સ્પીડને મર્યાદિત કરવા દંડનું આકરું પગલું લીધું છે. સિક્સ લેનવાળા આ હાઈવે પર હવે 70થી વધુ સ્પીડે વાહન ચલાવી શકાશે નહીં.

સ્થળઅકસ્માત
અંદાજ પાર્ટી પ્લોટ15
રાજપથ ક્લબ13
ઈસ્કોન ક્રોસ રોડ10

પકવાન જંકશન પાસેનો અંડરપાસ

9

વાયએમસીએ ક્લબ

9
ચારોડી પાટિયા7

ગુરુદ્વારાથી હોટેલ ગ્રાન્ડ ભગવતી

7
કર્ણાવતી ક્લબ રોડ6
ગોતા ક્રોસ રોડ5
અન્ય સમાચારો પણ છે...