એલ ડી એન્જિનિયરિંગ કોલેજના મે-જૂન -2022 પાસ આઉટ વિદ્યાર્થીઓ માટે યોજાયેલા પ્લેસમેન્ટમાં 807 વાર્ષિક રુ. ચાર લાખથી રુ. 10 લાખ સુધીનુ જોબ પેકેજ ઓફર કરાયું છે. 14 જેટલી વિવિધ બ્રાન્ચના એન્જિનિરીંગના વિદ્યાર્થીઓને 105 જેટલી કંપનીઓએ ગ્રેજ્યુએટ એન્જિનિયરિંગ ટ્રેઈની (જીઈટી)ની પોસ્ટ માટે જોબ ઓફર કરી છે.
રાજ્યની અગ્રણી સરકારી એલડી એન્જિનિયરિંગ કોલેજના પ્લેસમેન્ટ સેલ તરફથી કોલેજના બીઈ ફાઈનલ યરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માટે સપ્ટેમ્બરથી ઓગષ્ટ, 2022 દરમ્યાન પ્લેસમેન્ટનુ આયોજન કરવામાં આવ્યું હતું. પ્લેસમેન્ટ સેલ દ્વારા વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓને બાયોડેટા બનાવવાની સાથે ઇન્ટરવ્યૂ કેવી રીતે આપવો સહિતની વિવિધ ઉપયોગી બાબતોની તાલીમ આપવામાં આવી હતી. એલ ડી એન્જિનિયરિંગ કોલેજમાં નોંધપાત્ર જોબ પેકેજ ઓફર થાય છે.
આ કંપનીઓએ પ્લેસમેન્ટમાં ભાગ લીધો
દેશમાં ખ્યાતનામ કંપનીઓએ પ્લેસમેન્ટમાં ભાગ લીધો હતો. એસેન્ચર, એલ એન્ડ ટી, અદાણી, ટોરન્ટ, ક્રેન ઇન્ડિયા, અમૂલ, એમજી મોટર્સ, કેટ ડેટા મેટ્રિક્સ, સિમકોન, કોગા, ઈ ઈન્ફોચિપ્સ સહિતની કંપનીઓ તરફથી જે ઉમેેદવારોને જોબ ઓફર થઈ છે.તે ઉમેદવારોએ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત અને દેશમાં કોઈ પણ સ્થળે જોબ જોઈન કરશે.
આ બાબતોને આધારે ઉમેદવારોની પસંદગી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.