ડોમેસ્ટિક એરપોર્ટ પર મંગળવારે કોલકાતા જતી મહિલા તેના પરિવાર સાથે મોડી પહોંચતા એરલાઈન કંપનીએ ચેકઇન કાઉન્ટર બંધ કરી દેતા રોષે ભરાઇ હતી અને સવારે આખું એરપોર્ટ માથે લઈ હોબાળો મચાવ્યો હતો. આ મહિલાને એરપોર્ટ પર ફરજ પરના અધિકારી સાથે પણ બોલાચાલી થઈ હતી.એરલાઇન કંપનીએ સ્પેશિયલ કેસમાં મંજૂરી લઇને પેસેન્જર દીઠ રૂ. 2 હજાર એમ 4 પેસેન્જરના રૂ. 8 હજાર પેનલ્ટી ભરાવીને ફલાઈટમાં બેસવા દીધા હતા.
એરપોર્ટ પરથી ગો ફર્સ્ટની (G8 532) કોલકાતા જતી ફલાઇટ 6.15 કલાકે ટેકઓફ થવાની હતી પરંતુ નિયમ મુજબ ડિપાર્ચરના 45 મિનિટ પહેલા ચેકઈન કાઉન્ટર ક્લોઝ કરી દેવાય છે આજે આ ફલાઇટમાં સવારે એક જ પરિવારના ચાર પેસેન્જરનું ગ્રૂપ મોડું પડતા ગ્રાઉન્ડ સ્ટાફે લગેજ લેવાની ના પાડી દીધી હતી. મહિલાએ એરપોર્ટના ફરજ પરના અધિકારી સાથે ઝઘડો કરી ટિકિટના પૈસા પાછા માગતા માથાકૂટ થઈ હતી. જેના કારણે કોલકાતાથી બેંગ્લોરની કનેક્ટિંગ ફલાઈટ ચૂકી જાય તેવી પરિસ્થિતિ ઊભી હતી. જેથી એરલાઈન્સના સ્ટાફે સ્પેશિયલ કેસમાં મંજૂરી લઈને પેનલ્ટી ભરાવી ચારેયને ફ્લાઈટમાં બેસવા દીધા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.