ગુજરાતમાં કોવિડ-19ની સારવાર અને સ્થિતિ શું છે તે બાબતે આઇઆઇએમના પ્રોફેસર રંજન કુમાર ઘોષ અને તેમની ટીમ દ્વારા એક અહેવાલ તૈયાર કરાયો છે. આ અહેવાલમાં કોવિડ-19ની મહામારી દરમિયાન મુખ્યમંત્રીના નેતૃત્વ પ્રત્યે 80 ટકાથી વધુ લોકોને સંતોષ હોવાનું તારણ બહાર આવ્યું છે. અહેવાલમાં સાર્વજનિક સ્વાસ્થય, કાયદો અને વ્યવસ્થા, વહીવટીતંત્ર સાથે વિવિધ હીતધારકોનો અનુભવ, પ્રવાસી શ્રમિક અને અન્ન પુરવઠો જેવી વ્યવસ્થા સરાહનીય હોવાનું આઇઆઇએમના અહેવાલમાં જણાવાયું છે.
અહેવાલમાં રાજય અને કેન્દ્ર સરકારના સત્તાવાર આંકડાઓને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. જે પ્રમાણે સરકારે કોવિદ-19 હોસ્પિટલ મારફત 220 બેડ ઉપરાંત સરકારી અને ખાનગી ભાગીદારી મોડલથી દર્દીઓ માટે બેડ ઉભા કરવામાં મદદ મળી છે. કોરોનાને ફેલાતો અટકાવવામાં ધન્વંતરી રથ મારફત આરોગ્ય ચકાસણી માટે મહત્વની બની છે. અહેવાલમાં વહીવીટતંત્ર સાથે વિવિધ હીતધારકોએ સીએમ ડેશબોર્ડનો અસરકારક ઉપયોગ, આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરાવવી, દર્દીઓની સારવાર માટેની સુદઢ વ્યવસ્થાએ પણ કોરોનાને ગુજરાતમાં કાબુમાં રાખવામાં મહત્વનો ફાળો આપ્યો છે.
89 ટકા લોકો વિચારે છે કે જાહેરમાં થૂંકવું ગુનો
અહેવાલમાં જણાવ્યા પ્રમાણે 89 ટકા લોકો વિચારે છે કે જાહેરમાં થુંકવું ગુનો છે, આ પૈકી 81 ટકા લોકો એવું માને છે કે, જાહેરમાં થુંકવું તે વ્યકિતગત અધિકાર ન હોવો જોઇએ. સરકાર દ્વારા કરાયેલા જાહેર સ્વાસ્થ્ય જાળવવાના પ્રયાસનો સારો પ્રતિસાદ મળ્યો છે.
80 ટકાથી વધુ વસ્તીનો પુરવઠો નિયમિત મળ્યો
રાજ્યની જાહેર વિતરણ વ્યવસ્થા મારફત ગરીબ નાગરિકો અને પ્રવાસી શ્રમિકો સહિતના રાજયની વસ્તીના 80 ટકાથી વધુ વસ્તી અને પ્રવાસીઓને જીવન જરૂરી વસ્તુંઓનો નિરંતર પુરવઠો મળ્યો છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.