તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:અમદાવાદમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ 2021માં 80 ભૂમાફીયાઓ સામે કાર્યવાહી, 1600 કરોડથી વધુની જમીન મુક્ત કરાઈ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • સરકારી-ખાનગી જમીન ઉપર ગેરકાયદે દબાણ કરી નફો રળતા તત્વો સામે વહિવટી તંત્રની લાલ આંખ
  • અમદાવાદ જિલ્લામાં ભૂમાફિયાઓને બક્ષવામાં નહીં આવે: કલેક્ટર સંદીપ સાગલે

અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાગલેના અધ્યક્ષ સ્થાને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળની કમિટીએ જિલ્લાના 80 ભૂમાફીયા સામે અલગ અલગ 19 કેસમાં 19 એફ.આઇ.આર. નોંધી ફોજદારી કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદમાં 2021માં લેન્ડ ગ્રેબિંગના જન્યુઆરીમાં 5 કેસ, માર્ચમાં 3 કેસ અને મેમાં 8 કેસ દાખલ થતા કુલ 16 એફ.આઇ.આર. નોંધવામાં આવી હતી. આજની બેઠકમાં કલેક્ટરની અધ્યક્ષતા હેઠળની સમિતિના નિર્ણય બાદ અન્ય 3 કિસ્સામાં લેન્ડ ગ્રેબિંગના હેઠળ એફ.આઇ.આર નોંધી ફોજદારી કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે.

2021માં લેન્ડ ગ્રેબિંગના 19 કિસ્સા નોંધાયા
2021માં લેન્ડ ગ્રેબિંગના 19 કિસ્સામાં 11 સરકારી જમીન અને 8 ખાનગી જમીન ભૂમાફીઆના સકંજામાંથી મુક્ત કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં ખાનગી જમીનના કિસ્સામાં 28 ભૂમાફીયાઓ અને સરકારી જમીનના કિસ્સામાં 52 ભૂમાફીયાઓ સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવી છે.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

1100 કરોડથી વધુની જમીન મુક્ત કરાઈ
1119.07 કરોડની ખાનગી માલીકીની 298695 ચો.મી. જમીન અને 487.07 કરોડની 269864 ચો.મી. સરકારી જમીન મળી અમદાવાદ જિલ્લાની કુલ 1606.14 કરોડની 5,67,659 ચો.મી. જમીન ખાલી કરવાની કાર્યવાહી કરવામાં આવી રહેલી છે. સરકારી માલિકીની જમીન ઉપર ગેરકાયદે દબાણ કરી નફો રળતા તત્વો સામે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવશે.

જમીન પચાવી પાડવાના ગુનામાં 10થી 14 વર્ષની જેલની સજા
કલેકટરે કહ્યું છે કે, અમદાવાદ જિલ્લામાં જમીન હડપવાની પ્રવૃત્તિમાં સંડોવાયેલા ભૂમાફિયાઓને બક્ષવામાં નહીં આવે. અત્રે ઉલ્લેખનીય છે કે જમીન પચાવી પડવાના પ્રતિબંધના કાયદા 2020 અંતર્ગત કાયદેસરની બીજાની માલિકીની જમીન, મિલકત બળજબરીથી, આર્થિક ઉપાર્જન મેળવવા, કપટ કરી, ફ્રોડ કરી, ધાક ધમકી આપી પચાવી પાડનાર સામે ફોજદારી પગલાં લેવાની અને ગુનો સાબિત થયે 10 થી 14 વર્ષ જેલની સજાની જોગવાઈ છે.