તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બીજા વેવ પૂરી થવાની તૈયારીમાં:કોરોનાના 80 ટકા દર્દી પેરાસિટામોલ, આરામ તેમજ પ્રવાહી લેવાથી સાજા થઈ શકે છે : ડૉ.તેજસ પટેલ

અમદાવાદ9 દિવસ પહેલાલેખક: સમીર રાજપૂત
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • બીજા વેવની મોટા ભાગની અસરો ટૂંક સમયમાં પૂરી થઈ જવાનો અભિપ્રાય

રાજ્યમાં વધેલા કોરોનાના કેસને લીધે લોકો રેમડેસિવિર અને ઓક્સિજન માટે દોડાદોડ કરી રહ્યા છે. પરંતુ, કોવિડના 100માંથી 80 દર્દી પેરાસિટામોલ, આરામ અને પ્રવાહીના ઉપયોગથી સાજા થઇ શકે છે. તેમજ માત્ર 8 ટકા દર્દીને રેમડેસિવિર અને ટોસીલીઝૂમેબની જરૂર પડે છે. આગામી 10થી 15 દિવસમાં લોકો કોરોનાની અસરમાંથી બહાર નીકળી જશે, છતાંય છ મહિના સુધી કોરાના ગાઇડલાઇનનું પાલન કરવું જરૂરી હોવાની ચેતવણી ડો. તેજસ પટેલે ઉચ્ચારી છે.

ડોક્ટર તેજસ પટેલની ફાઇલ તસવીર
ડોક્ટર તેજસ પટેલની ફાઇલ તસવીર

રાજ્યની કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય અને ઇન્ટરવેન્શન કાર્ડિયોલોજીસ્ટ ડો. તેજસ પટેલ જણાવે છે કે, મેના પ્રથમ અઠવાડિયાથી કોવિડના કેસ ઘટવાના શરૂ થતાં 10-15 દિવસમાં લોકો કોરોનાની અસરમાંથી બહાર આવી જશે. ત્યાં સુધીમાં બીજા વેવ્સમાં વાઇરસની મોટાભાગની અસરો પૂરી થઇ જશે. હાલમાં નવા કેસ ઓછા થાય છે, તેમજ રિકવરી રેટ પણ ઘણો સારો છે, જે એક સારી નિશાની છે. આગામી થોડા અઠવાડિયામાં લોકો કોરોનામાંથી બહાર નીકળી જશે. પરંતુ, છૂટાછવાયા કેસ ચાલુ રહેશે. જો કે, લોકોએ છ મહિના સુધી માસ્ક, સેનેટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે.

માત્ર 20 ટકાને સ્ટીરોઇડ, ઓક્સિજન, રેમડેસિવિરની જરૂર
કોવીડમાં સપડાયેલાં 100માંથી 80 દર્દી પેરાસીટામોલ, આરામ અને પૂરતી માત્રામાં પ્રવાહી લેવાની જરૂર હોય છે. જયારે બાકીના 20 ટકા દર્દીમાંથી ફકત 12થી 14 ટકા દર્દીને સ્ટીરોઇડ કે ઓક્સિજન આપવાની જરૂર પડે છે. તેમજ બાકીના 8 ટકામાંથી 6થી7ને જ રેમડેસિવિર અને 1 ટકા દર્દીને ટોસીલીઝૂમેબની જરૂર હોય છે. જેથી જરૂર ન હોય ત્યાં સુધી રેમડેસિવીર, ટોસીલીઝૂમેબ અને ઓક્સિજન માટે દોડાદોડ કરરવાની જરૂર નથી.

દવા સાથે પૌષ્ટિક આહાર મહત્ત્વનો ભાગ ભજવે છે
કોવિડનાં દર્દીએ દવા લેવાની સાથે દિવસ દરમિયાન દર દોઢથી બે કલાકે મગનું પાણી, છાસ, સુપ, ચા-કોફી, દાળનું પાણી જેવા પ્રવાહી લેતા રહેવું જોઇએ. તેમજ બે ટાઇમ દાળ-ભાત, શાક-રોટલી, સલાડ, ખીચડી- કઢી જેવો પૌષ્ટિક આહાર લેવાથી વ્યકિતની રોગપ્રતિકારક શકિતમાં વધારો થાય છે, જેથી સ્વાદ લાગે કે ન લાગે પણ પેટ ભરીને ભોજન લેવુું જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો