દારૂ પાર્ટી પર રેડ પોલીસ રેડ:અમદાવાદમાં મિત્રની બર્થ ડે પાર્ટીમાં દારૂની મહેફિલ માણતા 8 નબીરા ઝડપાયા, દારૂ અને બિયરની બોટલ મળી

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
દારૂની મહેફિલ માણતા ઝડપાયેલા 8 યુવાનો - Divya Bhaskar
દારૂની મહેફિલ માણતા ઝડપાયેલા 8 યુવાનો

અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં મિત્રની બર્થ ડે પાર્ટી મનાવવા માટે દારૂની મહેફિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે પોલીસને જાણ થતા પીલીસે હોટલનાં રૂમમાં જઈને રેડ કરી હતી. જેમાં 8 લોકો દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા. પોલીસે તમામની ધરપકડ કરીને દારૂની બોટલ અને બિયર કબજે કર્યા હતા. હાલ આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

દારૂ અને બિયરની બોટલ મળી
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, એસ.જી. હાઈવે નજીક થલતેજ પાસે આવેલા શાંતનું કોમલેક્સમાં છટ્ઠા માળ પર મુકુંદ હોટલમાં કેટલાક લોકો ભેગા થઈને દારૂની મહેફિલ માણતા હતા. જે અંગે વસ્ત્રાપુર પોલીસને બાતમી મળી હતી. પોલીસની ટીમ હોટલમાં પ્રવેશીને રૂમ નંબર 601નો દરવાજો ખોલાવતા રૂમમાં 8 લોકો ભેગા મળીને દારૂ અને બિયર રાખીને મહેફિલ માણતા હતા. જે આધારે તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું કે, આ તમામ લોકો પૃથ્વીસિંહ ગોહેલ (રહે પટેલ વાસ, જોધપુર)નો જન્મ દિવસ હોવાથી દારૂ પીવા માટે ભેગા થયા હતા.

પોલીસને હોટલનાં રૂમમાંથી દારૂની ખૂલેલી બોટલ અને બિયર મળી આવી હતી. જેથી પોલીસે તમામની ધરપકદ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

દારૂ પીતા કોણ કોણ ઝડપાયા

  • પૃથ્વીસિંહ ગોહેલ (રહે પટેલ વાસ, જોધપુર)
  • વિજય ઠાકોર ( રહે,વિજય પુષ્પ સોસાયટી, સેટેલાઇટ)
  • સ્મિત રાઠોડ (રહે, શ્લોક રેસિડન્સી, રાણીપ)
  • હર્ષ પટેલ (રહે,પટેલ વાસ જોધપુર)
  • કાર્તિક આંબલિયા (રહે, સહયોગ એપાર્ટમેન્ટ, વેજલપુર )
  • શૈલેષ વાઘેલા( વાઘેલા સોસાયટી, જોધપુર)
  • ધ્રુતીન રાઠોડ( રહે, રાજુલ પાર્ક, વેજલપુર)
  • મિલાપ મિસ્ત્રી ( રહે, આકાર સોસાયટી, જોધપુર)
અન્ય સમાચારો પણ છે...