દિક્ષાંત પરેડ:ગુજરાત પોલીસ દળના 105 પોલીસ ઇન્સપેકટર્સની તાલીમમાં શ્રેષ્ઠ દેખાવ કરનારા 8 તાલિમાર્થીઓને પુરસ્કૃત કરાયા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
શ્રેષ્ઠ દેખાવ કરનાર તાલીમાર્થીને ઈનામ આપવામાં આવ્યું - Divya Bhaskar
શ્રેષ્ઠ દેખાવ કરનાર તાલીમાર્થીને ઈનામ આપવામાં આવ્યું
  • તાલીમ પુરી કરીને પોલીસ દળમાં નિયુક્ત થનારમાં 35 બહેનો સહિત 105 યુવાઓનો સમાવેશ

આજે ગાંધીનગરમાં કરાઈ પોલીસ એકેડેમી ખાતે બિન હથિયારધારી નાયબ પોલીસ અધિક્ષક અને બિન હથિયારધારી પોલીસ ઈન્સપેક્ટરનો દિક્ષાંત પરેડ સમારોહ યોજાયો હતો.મુખ્યમંત્રીએ તાલીમ દરમ્યાન ઉત્કૃષ્ટ દેખાવ કરનારા 8 જેટલા તાલિમાર્થીઓની સફળતા અને સિદ્ધિને ટ્રોફી તથા પુરસ્કારથી બિરદાવ્યા હતા. કરાઇ પોલીસ અકાદમીમાંથી તાલીમ પૂર્ણ કરી પોલીસ દળમાં નવનિયુક્ત થઇ રહેલા આ પોલીસ ઇન્સપેક્ટર્સમાં 35 બહેનો સહિત 105 યુવાઓનો સમાવેશ થાય છે.

પોલીસ દળને સમયની માંગ મુજબ સુસજ્જ કરાય છે
ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યુ કે, ગુજરાત આજે શાંત, સલામત અને સુરક્ષિત રાજ્ય બનવા સાથે વિકાસના મોડેલ સ્ટેટ તરીકે ખ્યાતિ પામ્યુ છે. તેના પાયામાં સમાજ જીવનની રક્ષા-સુરક્ષા માટેની પોલીસ દળની કર્તવ્ય પરાયણતા અને ફરજપરસ્તી પડેલા છે. વિકાસના મૂળમાં સુરક્ષા-સલામતિ માત્ર જરૂરિયાત નથી રહિ પરંતુ પ્રથમ શરત પણ બની ગઇ છે. વિકાસની ગતિને અડીખમ-અણનમ રાખવા રક્ષાશક્તિના બાવડાને શકય તેટલા વધુ મજબૂત બનાવવા સરકારની નેમ છે. નવા પડકારો, બદલાતી જતી ક્રાઇમ પેટર્નને પહોચી વળવા રાજ્ય સરકાર પણ વિશ્વાસ પ્રોજેક્ટ, સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટ, સી.સી.ટીવી નેટવર્ક તથા બોડીર્વોન કેમેરા વગેરેથી પોલીસ દળને સમયની માંગ મુજબ સુસજ્જ કરી રહી છે.

105 તાલીમાર્થીઓ તાલીમ પુરી કરીને પોલીસ દળમાં જોડાયા
105 તાલીમાર્થીઓ તાલીમ પુરી કરીને પોલીસ દળમાં જોડાયા

રાજ્ય પોલીસીંગથી સ્માર્ટ પોલિસીંગ તરફ આગળ વધ્યુ
ગુજરત બિટ પોલીસીંગથી સ્માર્ટ પોલિસીંગ તરફ આગળ વધ્યુ છે. ટેક્નોલોજીના વ્યાપક ઉપયોગ સાથોસાથ પોલીસ દળને પૂરતું માનવ સંશાધન બળ આપવાના પણ શ્રેણીબદ્ધ આયોજનો થયાં છે. 1 હજાર ઉપરાંત PSI અને 10 હજાર જેટલા લોકરક્ષકની ભરતી પ્રગતિમાં છે. મુખ્યમંત્રીએ તાલીમ દરમ્યાન ઉત્કૃષ્ટ દેખાવ કરનારા 8 જેટલા તાલિમાર્થીઓની સફળતા અને સિદ્ધિને ટ્રોફી તથા પુરસ્કારથી બિરદાવ્યા હતા. કરાઇ પોલીસ અકાદમીમાંથી તાલીમ પૂર્ણ કરી પોલીસ દળમાં નવનિયુક્ત થઇ રહેલા આ પોલીસ ઇન્સપેક્ટર્સમાં 35 બહેનો સહિત 105 યુવાઓનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...