કાર્યવાહી:અમદાવાદના ઉત્તર ઝોનમાં ઘાસચારો વેચતી 8 લારી જપ્ત, 22 બેનરો હટાવાયા

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ડે. મ્યુનિ. કમિશનરે ટીમ સાથે નિરીક્ષણ કરી કાર્યવાહી હાથ ધરી
  • જાહેરમાં ગંદકી કરનારા 105 લોકો પાસે 17 હજારનો દંડ વસૂલ્યો

શહેરના ઉત્તર ઝોનમાં જાહેરમાં વેચાઇ રહેલા ઘાસચારો કે રસ્તાઓ પરના ગેરકાયદે દબાણોને હટાવવા માટે ડે. મ્યુનિ. કમિશનર વિશાલ ખનામા ટીમ સાથે રસ્તા પર ઉતરીને નિરીક્ષણ કર્યું હતું, જેમાં આ વિસ્તારમાં ઘાસચારો વેચતી 8 લારીઓ સહિત અન્ય સામાન જપ્ત કરીને કાચા શેડ તોડી પાડવામાં આવ્યા છે.

ઉત્તર ઝોનમાં બાપુનગર વોર્ડ, સરસપુર અને રખિયાલ વોર્ડ, ઠક્કરબાપાનગર વોર્ડ અને નરોડા વોર્ડમાં મ્યુનિ.ની ટીમે મેગા અભિયાન હાથ ધર્યું હતું, જેમાં 8 લારી તેમ જ 1 કાઉન્ટર જપ્ત કરાયું હતું. આ સાથે આચારસંહિતાના પાલન માટે 22 બેનર્સ પણ ઉતારવામાં આવ્યા હતા. ઉપરાંત કેટલાક કાચા શેડ પણ તોડી પાડવામાં આવ્યા હતા.

જાહેરમાં ગંદકી ફેલાવનારા 105 લોકોને નોટિસ આપીને રૂ.17,100 જેટલો વહીવટી ચાર્જ વસૂલ્યો છે. પશ્ચિમ ઝોનમાં પણ ગેરકાયદે દબાણો હટાવ્યા છે, જેમાં વાસણાની પ્રતાપકુંજ સોસાયટી સામે જાહેરાતના હોર્ડિંગ્સ દૂર કરાયા છે. નવરંગપુરા, નરોડા, પાલડી જેવા વિસ્તારમાંથી દબાણ દૂર કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...