તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ગેરકાયદે બાંધકામો પર AMCના એસ્ટેટ વિભાગની તવાઈ, નવરંગપુરા, પાલડી, સાબરમતી સહિતના વિસ્તારોમાં 8 હોસ્પિટલોને સીલ કરી

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગેરકાયદે બાંધકામ ધરાવતી હોસ્પિટલને સીલ કરતું AMCનું એસ્ટેટ વિભાગ - Divya Bhaskar
ગેરકાયદે બાંધકામ ધરાવતી હોસ્પિટલને સીલ કરતું AMCનું એસ્ટેટ વિભાગ
  • પશ્ચિમ ઝોનમાં રસ્તા ખુલ્લા કરવા, ખાલી પ્લોટમાં થયેલા દબાણો હટાવવા તથા મંજૂરી વિના કરાયેલા બાંધકામોને સીલ કરવાની ઝુંબેશ
  • નવા વાડજ, સાબરમતી, નવરંગપુરા, પાલડી સહિતના વિસ્તારોમાં 8 હોસ્પિટલો સીલ કરાઈ

અમદાવાદ મ્યુનિસિુપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનમાં ટી.પી. રસ્તા ખુલ્લા કરવા, રસ્તા પરના દબાણો હટાવવા, મ્યુનિ. કોર્પોરેશનના ખાલી પ્લોટમાં થયેલા દબાણો કે મંજૂરી વિના કરાયેલા બાંધકામોને હટાવવા તથા સીલ કરવાની ઝુંબેશ AMCના એસ્ટેટ વિભાગ દ્વારા શરૂ કરાઈ છે. જેમાં શહેરના નવરંગપુરા, પાલડી, સાબરમતી સહિતના વિસ્તારોમાં આઠ જેટલી હોસ્પિટલોને સીલ કરી દેવામાં આવી છે. આ પહેલા સાબરમતીમાં આસારામ આશ્રમે કબજો જમાવેલા 50 કરોડના પ્લોટ પરથી પણ 67 જેટલા બાંધકામો દૂર કરાયા હતા.

પશ્ચિમ વિસ્તારમાં આવેલી 8 હોસ્પિટલો સીલ કરાઈ
ગુજરાત હાઈકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીમાં અપાયેલા દિશા નિર્દેશ મુજબ પશ્ચિમ ઝોનમાં બાંધકામ વપરાશની પરવાનગી અથવા બાંધકામ નિયમિત ન કરાવ્યું હોય તેવી હોસ્પિટલોને સીલ મારી દેવામાં આવ્યા હતા. જેમાં ચાંદખેડામાં આવેલી પુષ્પમ હોસ્પિટલ, સાબરમતીમાં આવેલી પરિમલ હોસ્પિટલ, ન્યુ રાણીપની સંવેદના મલ્ટી સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલ, નવા વાડજની જીવનદીપ હોસ્પિટલ, નવરંગપુરાની જગમોહન હોસ્પિટલ પ્રા.લી, પાલડીની મયુરે એમ. શાહ હોસ્પિટલ, આશિષ ચિલ્ડ્રન હોસ્પિટલ તથા દેવ હોસ્પિટલનો સમાવેશ થાય છે.

ગેરકાયદે બાંધકામ કરનારી હોસ્પિટલોને સીલ કરવાની કાર્યવાહી
ગેરકાયદે બાંધકામ કરનારી હોસ્પિટલોને સીલ કરવાની કાર્યવાહી

આગામી દિવસોમાં પણ કાર્યવાહી ચાલુ રહેશે
કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ મુજબ, આગામી દિવસોમાં પણ ટી.પી રસ્તા પરના દબાણ, મ્યુનિ. માલિકીના પ્લોટ પર થયેલા દબાણ તથા પરવાનગી વિનાના દબાણો તેમજ બોર્ડ/બેનરો દૂર કરવાની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.

રાયખડમાં 6 માળનું બાંધકામ તોડી પડાયું
નોંધનીય છે કે બે દિવસ પહેલા જ સાબરમતીની મહેગીબા સોસાયટી પાસે આવેલા 50 કરોડના પ્લોટ પર આસારામ આશ્રમે જમાવેલો કબજો મ્યુનિ.એ દબાણો દૂર કરી પાછો મેળવ્યો હતો. આશ્રમના નામે અહીં 67 ગેરકાયદે બાંધકામ તાણી બાંધવામાં આવ્યા હતા. 4686 ચો.મી.નો આ પ્લોટ સિવિક સેન્ટર માટે અનામત હતો પણ આશ્રમે ગેરકાયદે બાંધકામ કરી કબજો જમાવ્યો હતો. આ ઉપરાંત રાયખડમાં વૈશ્યસભા ત્રિમૂર્તિ મંદિર સામે બનેલા 6 માળના બાંધકામને મ્યુનિ.એ તોડી પાડ્યું હતું. 3486.24 ચો.ફૂટમાં બનેલી આ રહેણાંકની સ્કીમને ફેબ્રુઆરી 2020માં જ મ્યુનિ.એ સીલ મારી હતી પરંતુ સીલને તોડી ફરીથી બાંધકામ કરાયું હતું. હાઇકોર્ટમાં થયેલી કાર્યવાહી બાદ આખરે આ બાંધકામને તોડવાનું શરૂ કરાયું હતું.

ONGC સર્કલ પાસે દબાણ દૂર કરાયું
પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા સાબરમતી વિસ્તારમાં મોટેરા પાસે આશ્રમ આશ્રમના કબ્જામાં રહેલી ટીપી સ્કીમ 21માં કોર્પોરેશનને પ્રાપ્ત થતા રૂ. 50 કરોડના પ્લોટનો કોર્પોરેશન દ્વારા આજે ગુરુવારે કબ્જો મેળવવામાં આવ્યો હતો. 67 જેટલા સ્ટ્રક્ચર દૂર કરી આ કબ્જો મેળવાયો હતો. જ્યારે વિસત- ગાંધીનગર હાઇવે પર ONGC સર્કલ પાસે બિગબેગનું દબાણ દૂર કરી ટ્રાફિક માટે રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. ઉપરાંત નવરંગપુરા વોર્ડમાં સી.જી રોડ અને આશ્રમ રોડ પરથી પણ દબાણો દૂર કરવામાં આવ્યા હતા.