તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:ટેક્નિકલ કારણોથી અમદાવાદ આવતી જતી 8 ફ્લાઈટ રદ, છ 45 મિનિટ સુધી લેટ

અમદાવાદ18 દિવસ પહેલા
 • કૉપી લિંક

અમદાવાદ આવતી જતી 6 ફ્લાઇટ 45 મિનિટ કરતા વધુ મોડી પડી છે, જ્યારે કે ટેક્નિકલ કારણોને લીધે 8 ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે. રદ થયેલી ફ્લાઇટમાં સૌથી વધુ ગોએરની 4 ફ્લાઇટ, એર અરેબિયાની બે અને સ્પાઇસ જેટની બે ફ્લાઇટોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મોડી પડેલી ફ્લાઇટોમાં એર ઇન્ડિયા, સ્પાઇસ જેટ અને ગો એરની ફ્લાઇટોનો સમાવેશ થાય છે. ફ્લાઇટો મોડી પડવાને કારણે મુસાફરોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ઉત્તર ભારતમાં શીત લહેર અને ધુમ્મસના કારણે દોઢ મહિનાથી રોજની સરેરાશ 6થી 8 ફ્લાઈટો મોડી પડી રહી છે. જેના કારણે અનેક મુસાફરોના શીડ્યૂલ ખોરવાઈ ગયા છે. કેટલીક ફ્લાઈટ તો 6-6 કલાક સુધી પણ મોડી પડી હતી.

આ ફ્લાઈટને અસર

એરલાઈનમોડી પડી
એર ઇન્ડિયા
અમદાવાદ-મુંબઇ45 મિનિટ
સ્પાઇસ જેટ
અમદાવાદ-દિલ્હી1.24 કલાક
બેંગલુરુ-અમદાવાદ1.9 કલાક
ગો-એર
અમદાવાદ-મુંબઇ2.25 કલાક
કોલકાતા-અમદાવાદ2.20 કલાક

રદ થયેલી ફ્લાઈટ

 • એર અરેબિયા: અમદાવાદ-શારજહાં, શારજહાં-અમદાવાદ
 • સ્પાઇસ જેટ: અમદાવાદ-પૂણે, પૂણે-અમદાવાદ
 • ગો-એર: અમદાવાદ-લખનૌ, અમદાવાદ-દિલ્હી, લખનૌ-અમદાવાદ, દિલ્હી-અમદાવાદ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો