અમદાવાદમાં કોરોના વકર્યો:કોરોનાથી ફેબ્રુઆરી પછી જુલાઈમાં 8 મોત, હાઈકોર્ટના 10 વકીલને ચેપ

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • છેલ્લા 24 કલાકમાં કોવિડના 211 કેસ, વધુ બેનાં મોત
  • માર્ચથી જૂન સુધીમાં 2 મોત થયાં હતાં, જુલાઈમાં 4 ગણા

શહેરમાં 24 કલાકમાં કોરોનાના નવા 211 કેસ નોંધાયા છે. તેમજ 2 દર્દીના મોત થયા છે. આમ ફેબ્રુઆરીમાં કોરોના 97 નોંધાયા પછી જુલાઈ મહિનામાં કોરોનાથી 8 દર્દીના મૃત્યુ થાય છે. માર્ચથી જૂન સુધીમાં 2 મોત થયા હતા જુલાઈના છેલ્લા 5 દિવસમાં 6 દર્દીના મોત થયા છે. બે મૃતકોમાં ઈસનપુરના 60 વર્ષના સિનિયર સિટીઝન તેમજ નારણપુરાની 50 વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે.

હાઇકોર્ટના મુખ્ય સરકારી વકીલ સહિત 10 વકીલને કોરોનાનો ચેપ લાગ્યો છે. મુખ્ય સરકારી વકીલ મનીષા લવકુમારને કોરોના થયો છે. હાઇકોર્ટના મુખ્ય દરવાજા પર ટેમ્પરેચર ગનથી ચેકિંગ કરાઈ રહ્યું છે. દરેક કોર્ટની બહાર હોલ વેમાં સેનિટાઇઝર લગાવાયા છે. કોરોનાકાળમાં અનેક વકીલો અને ન્યાયમૂર્તિઓને ચેપ લાગ્યો હતો.

સિવિલમાં દાખલ 6માંથી 3 વેન્ટિલેટર પર
સિવિલમાં કોરોનાના 12 દર્દી સારવાર હેઠળ છે, જેમાંથી 6 પોઝિટિવ, 5 નેગેટિવ અને એકમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો હોવાથી તેની સારવાર શરૂ કરી છે. 6 પોઝિટિવમાંથી 3 વેન્ટિલેટર, 1 બાયપેપ, 3 ઓક્સિજન ઉપર છે.

અન્ય સમાચારો પણ છે...