જુગાર:નવરંગપુરાની હોટેલમાંથી જુગાર રમતા 8 ઝડપાયા

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવરંગપુરા સ્વસ્તિક ચાર રસ્તા પાસેની હોટલ સન સ્ટેનો માલિક જ બહારથી માણસો બોલાવીને હોટલમાં જુગાર રમાડતો રંગે હાથ ઝડપાયો છે.

હોટલ સન સ્ટેનો માલિક રામલાલ પટેલ બહારથી માણસો બોલાવીને હોટલના રૂમમાં જુગાર રમાડતો હોવાની બાતમીને આધારે નવરંગપુરા પોલીસે હોટલના રૂમમાં દરોડો પાડીને પાના-પૈસાનો જુગાર રમતા રામલાલ સહિત 8 જણાંને રોકડા રૂ.34 હજાર, 6 મોબાઈલ ફોન(કિં. રૂ.80 હજાર)મળીને કુલ રૂ.1.14 લાખની કિંમતના મુદ્દામાલ સાથે ઝડપી લઇ, આઠેય વિરુધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી.

આ જુગારીઓ પકડાયા

  1. રામલાલ પટેલ
  2. સુરેશ દલાલ
  3. પ્રકાશ રાજકુમાર મદનાની
  4. રાજેશ સવજી જોસોલિયા
  5. સુમિત દિલીપ વ્યાસ
  6. પજુ નાનજી મોટવાણી
  7. જુદા નમરાજ ખત્રી
  8. સાગર બ્રિજકુમાર મન્દાન
અન્ય સમાચારો પણ છે...