તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજ્યમાં 10 નવેમ્બરે યોજાયેલી 8 બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપે તમામ 8 બેઠક પર જીત મેળવી હતી. આ તમામ ધારાસભ્યો લાભ પાંચમ એટલે કે 19 નવેમ્બરના રોજ ધારાસભ્યપદના શપથ લેશે. આ સાથે જ વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ 111 બેઠક પર પહોંચશે.
ભાજપને 55 ટકા તો કોંગ્રેસને 34 ટકા મત મળ્યા હતા
આ પેટા ચૂંટણીમાં વોટ શેરિંગની વાત કરીએ તો આ આઠ બેઠકો પર ભાજપને 55 ટકા મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસને માત્ર 34.4 ટકા જ મત મળ્યા હતા. આ બેઠકો પર 8.46 ટકા મત અન્ય ઉમેદવારોને જ્યારે 2.16 ટકા મત નોટામાં પડ્યા હતા.
શપથગ્રહણ બાદ ભાજપ અને કોંગ્રેસનું સંખ્યાબળ
આ 8 ધારાસભ્યોએ શપથ લીધા બાદ ગુજરાત વિધાનસભાની સ્થિતિ જોઈએ તો ભાજપના 111, કૉંગ્રેસના 65, બીટીપીના 2, એનસીપીના 1, અપક્ષ 1 ધારાસભ્ય રહ્યા છે. 182 સભ્ય સંખ્યા ધરાવતી ગુજરાત વિધાનસભામાં હાલ બે બેઠક ખાલી પડી છે. હાલ દેવભૂમિ દ્વારકા અને મોરવા હડફ બેઠક ખાલી પડી છે.
કઈ બેઠક પરથી કોણ જીત્યું હતું
બેઠક | ચૂંટાયેલ ઉમેદવાર |
મોરબી | બ્રિજેશ મેરજા |
ધારી | જે.વી.કાકડિયા |
ગઢડા | આત્મારામ પરમાર |
કપરાડા | જીતુ ચૌધરી |
લીંબડી | કિરીટસિંહ રાણા |
કરજણ | અક્ષય પટેલ |
અબડાસા | પ્રદ્યુમનસિંહ જાડેજા |
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.