તકેદારીના ભાગરૂપે વ્યવસ્થા:સિવિલમાં મંકીપોક્સનો 8 બેડનો વોર્ડ, બી.જે. મેડિકલમાં ટેસ્ટ થશે; રાજ્યમાં હજુ સુધી એક પણ કેસ નથી

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

મંકીપોક્સ વાઈરસના વિશ્વમાં 16 હજાર કેસ નોંધાતા વિશ્વ આરોગ્ય સંસ્થાએ એલર્ટ જારી કર્યું છે, પ્રાણીથી માનવીમાં ફેલાતા મંકીપોક્સના દેશમાં 4 કેસ નોંધાયા છે. તકેદારીના ભાગરૂપે મંકીપોક્સના દર્દી માટે સિવિલમાં 8 બેડનો વોર્ડ શરૂ કરાયો છે, બી. જે. મેડિકલ કોલેજની લેબોરેટરીમાં મંકીપોક્સના ટેસ્ટ કરી શકાશે, હાલમાં 40થી 45 કિટ ઉપલબ્ધ છે.ટેસ્ટનો રિપોર્ટ 16 કલાકમાં આવી જશે.સિવિલના સુપરિટેન્ડેન્ટ ડો. રાકેશ જોષી જણાવે છે કે, મંકી પોક્સ કોરોનાની જેમ હવાથી નહીં પણ પ્રાણીઓથી માણસોમાં ફેલાતો વાઈરસ છે. ગુજરાતમાં હજી સુધી એકપણ કેસ નોંધાયો નથી પણ સાવચેતીના ભાગરૂપે હોસ્પિટલના ડી-9 વોર્ડમાં 8 બેડની વ્યવસ્થા કરાઈ છે.

RTPCRની જેમ ટેસ્ટ થશે
મંકીપોક્સ વાઈરસનો ટેસ્ટ શરૂના સ્ટેજમાં કોરોનામાં થતાં આરટીપીસીઆર જેમ કરી શકાશે. દર્દી મોડા આવે તો આરટીપીસીઆરની જેમ સીરમમાંથી એન્ટિબોડી મેળવીને ટેસ્ટ કરી શકાશે. દર્દીની ચામડીમાં ફોડકાનું પાણી, ફોડકાની દીવાલ, ફોડકું ફૂટી ગયું હોય તેનું ટીશ્યુ તેમજ પેશાબમાંથી એન્ટિબોડી મેળવી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...