તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસની કાર્યવાહી દરમિયાન દુર્ઘટના:નિર્ણયનગરના સેક્ટર-4ના એક મકાનમાં જુગારની રેડ દરમિયાન પહેલા માળ પરથી કૂદવા જતાં એકને હાથે-પગે ફ્રેક્ચર થયું, 8ની ધરપકડ

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 15 ફૂટ ઉપરથી ગટરના ઢાંકણા પર પડ્યો, રેડમાં 41 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો

નિર્ણયનગર સેકટર - 4 પાસેના એક મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે વાડજ પોલીસે રેડ કરી હતી. પોલીસથી બચાવ એક ખેલાડી પહેલા માળેથી નીચે કૂદી જતાં ઈજાગ્રસ્ત થયો હતો. પોલીસે જુગાર રમતા આઠ ખેલાડીઓને ઝડપી લીધા હતા.

વાડજ પોલીસે શનિવારે રાતે 12.30 વાગ્યે રેડ કરી હતી. પોલીસને જોઈને જુગાર રમી રહેલા ખેલાડીઓમાં નાસભાગ મચી ગઈ હતી. કેટલાક ખેલાડીઓ રૂમમાં તો કેટલાક રસોડામાં સંતાઈ ગયા હતા. જ્યારે એક ખેલાડી રસોડાની ચોકડીમાંથી નીચે કૂદી ગયો હતો. તેને હાથે - પગે તેમજ શરીરના અન્ય ભાગે ઈજાઓ થઇ હતી. જેથી પોલીસે 108 બોલાવીને તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોલીસેને પૂછપરછમાં તેનું નામ કિરણકુમાર સોની જણાવ્યું હતું.કિરણકુમારને હાથે - પગે ફ્રેકચર થયું છે. હાલમાં તેની સારવાર ચાલતી હોવાથી પોલીસે તેને હાજર થવા નોટીસ આપી છે.

જ્યારે બીજી બાજુ મકાનમાં જુગાર રમી રહેલા અન્ય 7 માણસોને પોલીસે ઝડપી 41,150 નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે જુગારી નિરવભાઈ પંચાલ(42),ભાવિકભાઈ વાઘેલા (29), કિરણભાઈ વછેટા (48), વિનોદભાઈ મકવાણા (32), મિતેશ સુથાર (28), પિયુષભાઈ મિસ્ત્રી (50), વિજયભાઈ મિસ્ત્રી (35) અને જયદીશભાઈ લાલચંદ સોની(50)ની અટકાયત કરી છે.

અન્ય સમાચારો પણ છે...