તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • 7th April 42 Micro Containment Zone Added And 12 Removed In Ahmedabad 1000 People From Westland Park Near Gurudwara In Bodakdev Placed In Micro Containment Zone

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વિસ્ફોટ:બોડકદેવમાં ગુરૂદ્વારા પાસેની વેસ્ટલેન્ડ પાર્કના 1 હજાર લોકોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં રખાયા આજે રેકોર્ડબ્રેક 42 નવા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયા

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા 8 એપ્રિલથી સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગ

મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. શહેરમાં 288 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી હતાં. ત્યારે બોડકદેવ વિસ્તારના ગુરૂદ્વારા પાસેના વેસ્ટલેન્ડ પાર્કના એક હજાર લોકોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવિષ્ઠ કરાયા છે. સરસપુર, મણિનગર, ઘોડાસર, વટવા, જોધપુર, વેજલપુર, ખોખરા, નિકોલ, ગોતા, ઘાટલોડિયા, બોડકદેવ, ચાંદલોડિયા,વાસણા, સાબરમતી, વાડજ અને ચાંદખેડાના 42 વિસ્તારોને નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન વિસ્તારમાં ઉમેરાયા છે. જ્યારે વિવિધ વિસ્તારમાં 12 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન દૂર કરવામાં આવ્યા છે.

નવા માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારો સહિત શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આવતીકાલે (8 એપ્રિલ)થી સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાશે. સર્વે દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાશે.

શહેરમાં સતત બીજા દિવસે 800થી વધુ કેસ
અમદાવાદ શહેર ફરી ડેથસ્પોટ બનવા તરફ જઈ રહ્યું છે. શહેરમાં કોર્પોરેશનની ચૂંટણી અને ક્રિકેટ મેચને પગલે ઉત્તરોત્તર કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. શહેર અને જિલ્લામાં 800થી વધારે કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 823 નવા કેસ અને 452 દર્દી સાજા થયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 6 દર્દીના મોત થતાં મૃત્યુઆંક 2,389 પર પહોંચ્યો છે.

5 એપ્રિલની સાંજથી 6 એપ્રિલની સાંજ સુધીમાં શહેરમાં 804 અને જિલ્લામાં 19 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 439 અને જિલ્લામાં 13 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 77,634 થયો છે. જ્યારે 71,940 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

અમદાવાદમાં બેડ વધારવાની પરિસ્થિતિ ઉભી થતાં બેડ વધાર્યા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો