તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:અમદાવાદમાં મણિનગર સ્વામિનારાયણ ગાદીના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીનો 79મો સદ્બાવ પર્વ ઉજવાયો

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
દેશ વિદેશના હરિભક્તોએ ઓનલાઇન દર્શનનો લ્હાવો લીધો હતો. - Divya Bhaskar
દેશ વિદેશના હરિભક્તોએ ઓનલાઇન દર્શનનો લ્હાવો લીધો હતો.
  • સદ્ભાવ પર્વે કીર્તન ભક્તિ સ્વરાંજલિ,પૂજન,અર્ચન,આરતી તેમજ અન્નકૂટ વગેરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાતના સૌથી મોટા જિલ્લા કચ્છ, ભૂજમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજનો 79મો સદ્ભાવ પર્વ ઉમંગ અને ઉલ્લાસસભર માહોલમાં ઉજવાયો હતો. સ્વામિનારાયણ સંપ્રદાયે સમગ્ર ગુજરાત અને ભારતમાં સામાજિક અને આધ્યાત્મિક ચેતાનાઓનો સંચાર કર્યો છે. સ્વામિનારાયણ ગાદી સંસ્થાને બીજાના આંસુ લૂછવાનું કાર્ય કરે છે. બીજાના સુખે સુખી અને બીજાના દુઃખે દુઃખીનો ભાવ તેની સમગ્ર સેવાપ્રવૃતિમાં સમાયેલો છે.

સદ્ભાવ પર્વ ભવ્યતા અને દિવ્યતાપૂર્વક ઊજવાયો હતો
સદ્ભાવ પર્વ ભવ્યતા અને દિવ્યતાપૂર્વક ઊજવાયો હતો

અલૌકિક આનંદનું વાતાવરણ સર્જાયું હતું
સદ્ભાવ પર્વ ભવ્યતા અને દિવ્યતાપૂર્વક ઊજવાયો હતો. સહુ કોઈએ ધન્યતાની લાગણી અનુભવી હતી. સંતોનાં હૈયે દિવ્ય આનંદની ભરતી ઊમટી હતી. સવારથી જ ઉત્સવનો માહોલ છવાયો હતો. અત્ર તત્ર અને સર્વત્ર અલૌકિક આનંદનું વાતાવરણ સર્જાયું હતું. પ્રત્યેકને બાપાના સમીપ દર્શનની એક ઝલક મેળવવાની તાલાવેલી લાગી હતી.

કીર્તન ભક્તિ સ્વરાંજલિ,પૂજન,અર્ચન,આરતી તેમજ અન્નકૂટ વગેરે કાર્યક્રમોનું આયોજન હતું
કીર્તન ભક્તિ સ્વરાંજલિ,પૂજન,અર્ચન,આરતી તેમજ અન્નકૂટ વગેરે કાર્યક્રમોનું આયોજન હતું

અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું
સંધ્યા સમયે ભુજમાં આવેલી સુવિખ્યાત મુક્તજીવન સ્વામીબાપા આર્ટ્સ કોમર્સ અને બીસીએ મહિલા કોલેજના ઓડિટોરિયમમાં મણિનગર સ્વામિનારાયણ ગાદીના પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજીના 79મો સદ્ભાવ પર્વે કીર્તન ભક્તિ સ્વરાંજલિ,પૂજન,અર્ચન,આરતી તેમજ અન્નકૂટ વગેરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

દેશ-વિદેશના હજારો હરિભક્તો માટે સદ્ભાવ પર્વ અવિસ્મરણીય બની રહ્યું
દેશ-વિદેશના હજારો હરિભક્તો માટે સદ્ભાવ પર્વ અવિસ્મરણીય બની રહ્યું

અધ્યાત્મસભર કાર્યક્રમો યોજાયા હતા
મણિનગર સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજના આશીર્વાદ વગેરે અધ્યાત્મસભર કાર્યક્રમો યોજાયા હતા. આ રીતે ભક્તિભાવપૂર્વક ઉજવણી થઇ હતી. વૈશ્વિક મહામારી કોરોનામાં દિવંગત થયેલાં માનવોના કલ્યાણાર્થે પ્રાર્થના તથા ધૂન કરવામાં આવી હતી. દેશ-વિદેશના હજારો હરિભક્તો માટે સદ્ભાવ પર્વ અવિસ્મરણીય બની રહ્યું. સૌએ ઓનલાઇન દર્શનનો લ્હાવો લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...