સન્માન સમારોહ:ધોરણ 10-12ની પરિક્ષામાં પાસ થયેલા 788 વિદ્યાર્થીઓને સર્ટીફીકેટ આપી અભિવાદન કરાયું

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

રથયાત્રાના કારણે શહેરના પૂર્વ એવા એટલે કે સેકટર-2 વિસ્તારના 22 પોલીસ સ્ટેશનોમાં ધોરણ-10 અને 12ની પરિક્ષામાં પાસ થયેલા 788 વિદ્યાર્થીઓનો પોલીસ દ્વારા અભિવાનદ સમારોહ યોજ્યો હતો. શહેરમાં મોસ્ટ સિનિયર અને અનુભવી ઝોન-6 ના ડીસીપી અશોક મુનિયાએ કોમી એકતા થાય તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવી હતી અને વિદ્યાર્થીઓને ઢોલ નગારા વગાડી વેલકમ કરાયા હતા અને તેમને ગીફ્ટ આપી પોલીસ સ્ટેશનના સર્ટીફીકેટ આપી સન્માનીત કર્યા હતા. જેમાં પોલીસ કર્મીઓના સંતાનોને પણ સન્માનીત કરતા પોલીસ પરિવાર પણ ગર્વ લઇ રહ્યો હતો. સેકટર-2 ના આઇજી ગૌતમ પરમારની સુચના મુજબ કાર્યક્રમને આખરે ઓપ અપાયો હતો. વિદ્યાર્થીઓના સારા ભવિષ્ય માટેની શુભેચ્છા પાઠવી અધિકારીઓએ તેમની સાથે અલ્પાહાર પણ કર્યો હતો. લોકોના માનસ પર પોલીસની સારી અસર છોડી ગયો છે અને તમામ સામાજ-કોમના વિદ્યાર્થીઓને આવરી લઇ પોલીસે તેમની સાથે મળી વાતચીત કરી હતી.

પોલીસ અધિકારીઓએ અલગ અલગ કાર્યક્રમો યોજ્યા
રાજ્ય સહિત શહેર પોલીસ માટે આગામી સમયમાં યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રા વાર્ષિક પરિક્ષા જેવો વિષય છે તેના કારણે શહેર પોલીસ તેની તડામાર તૈયારઓમાં લાગી ગઇ છે. બીજી તરફ લોકોમાં જે વયમનસ્ય ઉભું થયુ છે તેમાં કોમી એખાલસતા વધે તે માટે પોલીસે જીણવટ ભર્યા પ્રયાસો હાથ ધર્યા છે. શહેરમાં કાયદો વ્યવસ્થા અને શાંતિ બની રહે તે માટે ખાસ પોલીસ અધિકારીઓએ તેમની સુજભુજથી અલગ અલગ કાર્યક્રમો યોજ્યા હતા. દરમિયાનમાં સેકટર-2 વિસ્તારમાં આવેલા 22 પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે વિદ્યાર્થીઓ સારા માર્કથી પાસ થયા છે તેમને ઝોન પ્રમાણે નક્કી કરેલા પોલીસ સ્ટેસન બોલાવવામાં આવ્યા હતા.

પોલીસ તરફથી ગીફ્ટ આપવામાં આવી
આ અંગે ઝોન 6ના ડીસીપી અશોક મુનિયાએ જણાવ્યુ હતુ કે, સેકટર-2 ગૌતમ પરમારની સુચના પ્રમાણે નક્કી કરેલા સ્થેળે ઢોલ નગારા સાથે વિદ્યાર્થીઓ અને તેમના પરિવારને બોલાવવામાં આવ્યા હતા. જેમાં પાંચ પોલીસ પરિવારના સંતાનોનો સમાવેશ થયો હતો અને તેમનું પણ અભિવાદન કર્યું હતુ. તેમની સાથે આગળના ભવિષ્ય બાબતે વાત કરી તેમને માર્ગદર્શન પુરુ પાડ્યું હતુ અને તેમની સાથે પોલીસ તરફથી નાની ગીફ્ટ આપવામાં આવી હતી અને જે વિસ્તારમાં રહેતા હોય તે વિસ્તારના પોલીસ સ્ટેશનના સર્ટીફિકેટ આપી સન્માનીત કર્યા હતા.

788 વિદ્યાર્થીઓનું અભિવાદન કરાયું
આ અંગે સેકટર-2ના આઇજી ગૌતમ પરમારે જણાવ્યું હતું કે, તમામ ઝોન સહિત 788 વિદ્યાર્થીઓનું અભિવાદન કરાયું હતું. સારા ભવિષ્ય માટે શુભેચ્છા આપી હતી અને તેમના પરિવારને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં તમામ કોમ અને જ્ઞાતિના લોકોને આવરી લેવામાં આવ્યા હતા. તમામ લોકો સાથે રહે અને શાંતિથી રહે વિદ્યાર્થીઓને ઉજવળ ભવિષ્ય મળે તે માટે ખાસ આયોજન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...