ડિજિટલ ઇન્ડિયા:દેશમાં ઓક્ટોબરમાં જ UPIથી 7.71 લાખ કરોડની લેવડદેવડ; એક વર્ષમાં UPI વ્યવહારમાં 285%નો વધારો

અમદાવાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ગુજરાતમાં તહેવારોમાં અંદાજે 30થી 35 હજાર કરોડના ડિજિટલ ટ્રાન્ઝેક્શન
  • સપ્ટે.ની સરખામણીએ ઓક્ટો.માં 1 લાખ કરોડથી વધુની લેવડદેવડ

દેશમાં એક જ વર્ષમાં UPIથી નાણાકીય વ્યવહારમાં 285 ટકાનો વધારો નોંધાયો છે. ઑક્ટોબરમાં 412 કરોડ ટ્રાન્ઝેક્શનમાં 7.71 લાખ કરોડની લેવડદેવડ થઇ છે. દેશમાં સપ્ટેમ્બરની સરખામણીએ ઓક્ટોબરમાં UPI ટ્રાન્ઝેક્શનમાં 15%નો વધારો થયો છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઇન્ડિયાના આંકડા મુજબ, કુલ 261 બેન્કો UPIમાં એક્ટિવ છે.

કુલ UPI ટ્રાન્ઝેક્શનમાં ગુજરાતનો હિસ્સો 3.5થી 4 ટકા જેટલો હોય છે. રાજ્યની સ્ટેટ લેવલ બેંકર્સ કમિટીના અહેવાલ મુજબ, જાન્યુઆરીથી માર્ચ 2021 સુધીના ક્વાર્ટરમાં 28 કરોડ UPI ટ્રાન્ઝેક્શન થયા હતા. ઓક્ટોબરમાં ગુજરાતમાં 16થી 17 કરોડ UPI ટ્રાન્ઝેક્શન થયા, જેમાં અંદાજે 35 હજાર કરોડની લેવડદેવડનો અંદાજ છે. ગત વર્ષે ઓક્ટોબરમાં 207 કરોડ ટ્રાન્ઝેક્શનમાં 3.86 લાખ કરોડની લેવડદેવડ થઇ હતી જે વધીને આ વર્ષના આક્ટોબરમાં 7.71 લાખ કરોડ પહોંચી છે.

આ રીતે વધી રહ્યો છે દેશમાં UPIનો ટ્રેન્ડ

મહિનોટ્રાન્ઝેકશનલેવડ-દેવડ (રૂ.)
ઓક્ટો.2021421 કરોડ7.71 લાખ કરોડ
સપ્ટે.2021365 કરોડ6.54 લાખ કરોડ
આૅગ.2021355 કરોડ6.39 લાખ કરોડ
એપ્રિલ 2021264 કરોડ4.93 લાખ કરોડ
જાન્યુ. 2021230 કરોડ4.31 લાખ કરોડ
નવે. 2020221 કરોડ3.90 લાખ કરોડ
ઓક્ટો. 2020207 કરોડ3.86 લાખ કરોડ

(નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઇન્ડિયા)

ગુજરાતમાં 9 મહિનામાં UPI ટ્રાન્ઝેક્શન 120% વધ્યું

ક્વાર્ટરટ્રાન્ઝેક્શન
જૂન 202012.75 કરોડ
સપ્ટેમ્બર 202016.88 કરોડ
ડિસેમ્બર 202023.76 કરોડ
માર્ચ 202128.12 કરોડ

(સ્ટેટ લેવલ બેંકર્સ કમિટી,દેશમાં જાન્યુઆરીથી માર્ચ 2021 સુધી એટીએમ ટ્રાન્ઝેક્શન નોંધાયા હતા. ગુજરાતમાં આ સમયગાળા દરમિયાન 6.05 કરોડ એટીએમ ટ્રાન્ઝેક્શન થયા હતા.)

અન્ય સમાચારો પણ છે...