તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રેડાઈનો સરવે:કોરોનાની બીજી લહેરને લીધે 77% બિલ્ડરને લોન ચૂકવવાના પણ ફાંફાં

અમદાવાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સિમેન્ટ-સ્ટીલ મોંઘા થતાં બાધકામ ખર્ચ પણ 15 ટકા વધી ગયો

કોરોનાની અસર દેશના અને રાજ્યના બિલ્ડરો પર ખરાબ પડી છે. જેમાં 77 ટકા જેટલા બિલ્ડરોને તેમણે લીધેલી પ્રોજેક્ટ લોનના હપ્તા ચૂકવવાના પણ ફાંફા છે. સિમેન્ટ, સ્ટીલના ભાવ વધતાં કન્સ્ટ્રક્શનની કિંમત 15 ટકા વધી છે.

ક્રેડાઇ દ્વારા કરવામાં આવેલા સરવેમાં અનેક ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. જેમાં કોરોનાની બીજી લહેરમાં 92 ટકા જેટલા બિલ્ડરોએ તેમની સાઇટ પર મજૂરોની ભારે અછત હોવાનું સ્વીકાર્યું છે. તેને કારણે તેઓને 50 ટકા ક્ષમતા સાથે કામ કરવું પડી રહ્યું છે. તેને કારણે 95 ટકા ડેવલપરના પ્રોજેક્ટ મોડા થઇ રહ્યા છે.

આ સ્થિતિમાં રાજ્યમાં સ્ટેમ્પ ડ્યૂટી ઘટાડવા માટે માગ કરાઇ છે. સાથે પ્રોજેક્ટમાં આઇટીસી અને જીએસટીમાં પણ રાહત આપવા માગ થઇ છે. લોનની પુન:ગઠિત કરવા પણ માગ કરાઇ છે. સિમેન્ટ, સ્ટીલના ભાવમાં પણ ચોક્કસ નિયંત્રણ લાવવા માગ થઇ છે.

ઓક્સિજનના અભાવે સ્ટીલનું ઉત્પાદન ઘટ્યું
સામાન્ય રીતે સ્ટીલનો વપરાશ બાંધકામ ઉદ્યોગમાં થતો હોય છે. આ વખતે કોરોનાને કારણે મહત્તમ ઓક્સિજન ઉદ્યોગથી મેડિકલ વપરાશ માટે ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. સ્ટીલ ઉદ્યોગ ઓક્સિજન સિવાય કામ કરી શકે નહીં. તેમાં મહત્તમ ઓક્સિજનની આવશ્યકતા હોય છે. ઓક્સિજનને અભાવે સ્ટીલ ઉત્પાદન ઘટી ગયું. પરિણામે સ્ટીલની એક તરફ અછત સર્જાઇ તો બીજી તરફ તેના ભાવમાં પણ મોટો વધારો થયો.

અન્ય સમાચારો પણ છે...