તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • 77 Ministers In Modi Government For The First Time In 20 Years; The Highest 70% Were Ministers When CM Was 13 Years, 95% Ministers After Becoming PM

ભાસ્કર ઇનસાઇટ સ્ટોરી:20 વર્ષમાં પહેલીવાર મોદી સરકારમાં 77 મંત્રી; 60 વર્ષમાં પહેલીવાર કેન્દ્રમાં 9% મંત્રી ગુજરાતી

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
મોદી કેબિનેટના ગુજરાતી ચહેરાઓ - Divya Bhaskar
મોદી કેબિનેટના ગુજરાતી ચહેરાઓ
  • વિધાનસભા કે લોકસભાની કુલ બેઠકોના 15 ટકા સુધી મંત્રીમંડળ સભ્યોની મહત્તમ મર્યાદા હોય છે
  • પહેલી વખત CM બન્યા ત્યારે 9 મંત્રી હતા, પહેલી વખત PM બન્યા ત્યારે 46
  • 13 વર્ષ CM રહ્યા ત્યારે સૌથી વધુ 70% મંત્રી હતા, PM બન્યા પછી 95% મંત્રી
  • પીએમ, ગૃહમંત્રી સહિત 4 કેબિનેટ મંત્રી, 3 રાજ્ય કક્ષાના મંત્રી ગુજરાતી

20 વર્ષમાં પહેલીવાર મોદી સરકારમાં મહત્તમ મર્યાદાની સામે 95% મંત્રીઓ થયા છે. મંત્રીમંડળમાં ફેરફાર બાદ નવી કુલ સંખ્યા 77 થઈ છે. નરેન્દ્ર મોદી 2001માં પહેલીવાર મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમની સાથે 9 મંત્રીએ શપથ લીધા હતા, જે સંખ્યા મહત્તમ મર્યાદાની સામે 33% હતી.

2002માં બીજી વખત મુખ્યમંત્રી બન્યા ત્યારે 17 મંત્રી હતા. ટકાવારી 62% થઈ હતી. 2007માં 19 મંત્રી હતા. 2014માં પહેલી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા ત્યારે સાથે 46 મંત્રી હતા. ટકાવારી 57% હતી. 2016 અને 2017માં રિશફલ વખતે સંખ્યા 75 અને 76 થઇ હતી. વડાપ્રધાન તરીકે બીજી વખત શપથ લીધા ત્યારે 2019માં 58 મંત્રીએ પણ સાથે શપથ લીધા હતા, જેની ટકાવારી 81% હતી. વિધાનસભા કે લોકસભાની કુલ બેઠકોના 15 ટકા સુધી મંત્રીમંડળ સભ્યોની મહત્તમ મર્યાદા હોય છે.

પહેલી વખત CM બન્યા ત્યારે 9 મંત્રી હતા, પહેલી વખત PM બન્યા ત્યારે 46

સમયગાળોમર્યાદામંત્રીટકા
7 ઓક્ટો. 2001થી 22 ડિસે. 200227933%
22 ડિસે. 2002થી 22 ડિસે. 2007271762%
23 ડિસે. 2007થી 20 ડિસે. 2012271970%
8 જાન્યુ., 2008 વિસ્તરણ271970%
20 ડિસે. 2012થી 22 મે, 2014271762%
26 મે 2014થી 30 મે 2019814657%
નવેમ્બર 2014 વિસ્તરણ816681%
જુલાઇ 2016817592%
સપ્ટેમ્બર 2017817693%
30 મે 2019થી અત્યારસુધી815871%
7 જુલાઇ 2021 વિસ્તરણ817795%

(વિધાનસભા કે લોકસભાની કુલ બેઠકોના 15 ટકા સુધી મહત્તમ મર્યાદા હોય છે. 7 ઓક્ટોબર 2001થી 22 મે 2014 સુધી મુખ્યમંત્રી હતા, 26 મે 2014થી અત્યારસુધી વડાપ્રધાન)

60 વર્ષમાં પહેલીવાર કેન્દ્રમાં 9% મંત્રીઓ ગુજરાતી
હવે કેન્દ્રીય મંત્રીમંડળમાં વડાપ્રધાન અને ગૃહમંત્રી સહિત 7 ગુજરાતી થઈ ગયા છે. પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા કેબિનેટ કક્ષાના મંત્રી બન્યા છે, જ્યારે દર્શના જરદોશ (સુરત), દેવુસિંહ ચૌહાણ (ખેડા), મહેન્દ્ર મુંજપરા (સુરેન્દ્રનગર) રાજ્યકક્ષાના મંત્રી બન્યા છે. નવા મંત્રીઓના શપથ સાથે કેન્દ્રીય મંત્રામંડળની સંખ્યા 81 થઇ છે, જે મુજબ, મંત્રીમંડળમાં ગુજરાતીઓનો હિસ્સો 9 ટકા છે. ગુજરાતીઓની મંત્રી તરીકેની સભ્યસંખ્યા પણ પહેલીવાર જ આટલી થઇ છે. અગાઉ એકસાથે 7 ગુજરાતીઓ મંત્રીમંડળમાં હોય એવું ક્યારેય થયું નથી. નરેન્દ્ર મોદી 2001માં ગુજરાતમાં મુખ્યમંત્રી બન્યા ત્યારથી આજ સુધી તેમનું આ સૌથી મોટું મંત્રીમંડળ હશે. વિદેશમંત્રી એસ.જયશંકર પણ ગુજરાતથી રાજ્યસભામાં ગયા છે.

કોને પ્રમોશન મળ્યું, કોને પહેલી વખત મળ્યો મોકો

પુરુષોત્તમ રૂપાલારાજ્યસભાકેબિનેટ મંત્રી
મનસુખ માંડવિયારાજ્યસભાકેબિનેટ મંત્રી
દર્શના જરદોશસુરતરાજ્યકક્ષાના મંત્રી
દેવુસિંહ ચૌહાણખેડારાજ્યકક્ષાના મંત્રી
મહેન્દ્ર મુંજપરાસુરેન્દ્રનગરરાજ્યકક્ષાના મંત્રી
અન્ય સમાચારો પણ છે...