તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિનેશન:અમદાવાદમાં 77 હજાર હેલ્થ-ફ્રન્ટલાઈન વર્કર્સને કોરોના રસી સાથે 75% ટાર્ગેટ પૂરો

અમદાવાદ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સપ્તાહમાં 50થી વધુ વયનાને રસી આપવાનું શરૂ કરાશે
 • અત્યાર સુધી ગણ્યાગાંઠ્યાને જ રસીની સામાન્ય આડઅસર થઈ છે

અમદાવાદમાં 16 જાન્યુઆરીથી વેક્સિનેશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારથી અત્યાર સુધી કુલ 77051 હેલ્થવર્કર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સને કોરોનાની રસી આપવામાં આવી છે. અંદાજે 75 ટકા ટાર્ગેટ પૂરો થયો હોવાનું મ્યુનિ. હેલ્થ વિભાગના સૂત્રોનું કહેવું છે. મ્યુનિ.એ અમદાવાદ જિલ્લાના 18446 પોલીસ કર્મચારીઓને પણ રસી આપી હોવાનું જાણવા મળ્યું છે. આગામી પાંચથી છ દિવસ પછી 50થી વધુની ઉંમરના લોકોને રસી આપવાનું શરૂ કરાશે.

ઉલ્લેખનીય છે કે 16 જાન્યુઆરીથી 31 દરમિયાન હેલ્થ વર્કરોને રસી આપવામાં આવી હતી. જેમાં કુલ 32981ને રસી અપાઈ હતી. જો કે, હજુ પણ સંખ્યાબંધ હેલ્થકર્મીઓએ રસી લીધી નથી. ત્યારબાદ ફ્રન્ટલાઈનર્સ-હેલ્થવર્કર્સ બંનેને એક સાથે રસી આપવાનું શરૂ કરાયું હતું. જેમાં કુલ 44 હજારથી વધુ લોકોને રસી આપવામાં આવી છે.

કુલ 77051 પૈકી ગણ્યાગાંઠ્યા લોકોને ગંભીર અસર થતાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યારે અન્યને સામાન્ય અસર થઈ હતી.

કોરોનાના નવા 49 કેસ, 1 દર્દીનું મોત
શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 49 કેસ નોંધાવા સાથે 1 દર્દીનું મોત નીપજ્યું છે. જ્યારે 59 દર્દી સાજા થતાં તેમને વિવિધ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અત્યાર સુધી કુલ 249 જેટલા એક્ટિવ કેસ છે. જો કે, કોરોનાના કેસ ઘટવાને કારણે શહેરની 100 જેટલી ખાનગી હોસ્પિટલમાં બેડની સંખ્યા 96 ટકા ખાલી થઈ છે. જેમાં આઈસોલેશનના 97 ટકા, એચડીયુના 94 ટકા, આઈસીયુ વિનાના વેન્ટિલેટરવાળા 97 ટકા જ્યારે આઈસીયુ સાથેના વેન્ટિલેટરવાળા 95 ટકા બેડ ખાલી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો