તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરતી:રાજ્યમાં 137 PI, 525 PSI, 2130 કોન્સ્ટેબલ સહિત 7610 જગ્યા પર ભરતી કરાશે

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજ્યના ગૃહ વિભાગે પોલીસમાં કુલ 7,610 નવી જગ્યા ભરવાની મંજૂરી આપી છે. ફાઇલ તસવીર. - Divya Bhaskar
રાજ્યના ગૃહ વિભાગે પોલીસમાં કુલ 7,610 નવી જગ્યા ભરવાની મંજૂરી આપી છે. ફાઇલ તસવીર.
  • કોરોનાને કારણે પોલીસના ભરતી બજેટમાં કાપ, 2900 જગ્યા ઘટાડાઈ

રાજ્યના ગૃહ વિભાગે પોલીસમાં કુલ 7,610 નવી જગ્યાને મંજૂરી આપી છે. ટૂંક સમયમાં ભરતી હાથ ધરાશે. ગુનાઓ અટકાવવાની કામગીરી, વીવીઆઇપી બંદોબસ્ત માટે તમામ પોલીસ કમિશનરેટ, જિલ્લા યુનિટ અને રેલવે પોલીસ હસ્તકની તેમજ ડોગ સ્ક્વોડની જગ્યાઓ વધારવા ડીજીપીએ કરેલી દરખાસ્ત મુજબ બજેટમાં કુલ 10,506 જગ્યા મંજૂર કરાઈ હતી અને એ માટે 115.10 કરોડની જોગવાઈ હતી, પણ કોરોનાને કારણે ભરતીના બજેટમાં 100 કરોડનો કાપ મુકાતાં 15.10 કરોડની જોગવાઈ મુજબ 7,610 જગ્યા ભરવાની મંજૂરી અપાઈ છે.

ટૂંક સમયમાં ભરતી કરાશે, ઇન્ટેલિજન્સમાં 127 પોસ્ટ પર ભરતી કરાશે

પોસ્ટજગ્યા
પોલીસ મહાનિરીક્ષક1
પોલીસ અધિક્ષક3
બિનહથિયારી નાયબ પોલીસ અધિક્ષક14
હથિયારી નાયબ પોલીસ અધિક્ષક4
નાયબ પોલીસ અધિક્ષક(એમટી)
બિનહથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર
મહિલા હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર1
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર383
હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર107
હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર52
મહિલા હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર2
પોલીસ સબ ઇન્સ્પેક્ટર(એમટી)3
પોલીસ સબ ઇન્સ્પેક્ટર (વાયરલેસ)30
બિનહથિયારી એએસઆઈ325
બિનહથિયારી હેડ કોન્સ્ટેબલ952
બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ2130
હથિયારી એએસઆઈ213
હથિયારી હેડ કોન્સ્ટેબલ473
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ1795
સિનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર10
ઇન્ટેલિજન્સ ઓફિસર42
આસિસ્ટન્ટ ઇન્ટેલિજન્સ ઓફિસર75
રેડિયો ઓપરેટર
રેડિયો ટેક્નિશિયન12
કચેરી અધિક્ષક2
અંગત મદદનીશ4
મુખ્ય કારકૂન6
સિનિયર ક્લાર્ક20
જુનિયર ક્લાર્ક23
વાયરલેસ મેસેન્જર3
મહિલા એએસઆઈ4
મહિલા હેડ કોન્સ્ટેબલ14
મહિલા પોલીસ કોન્સ્ટેબલ10
મેડિકલ ઓફિસર1
ડોગ હેન્ડલર89
સફાઇકામદાર49
કેનાલ બોય14
પટાવાળા16
ફોલોવર્સ19
ડ્રાઇવર600
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

    વધુ વાંચો