તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:મણિનગર સ્વામિનારાયણ મંદિરમાં સિદ્ધાંત સજીવન મંડળના 75મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી

અમદાવાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
જ્યાં મંડળ હશે ત્યાં સંગઠન થશે, અને સ્નેહ, સંપ વધશે, સહનશીલતા તથા સદ્ભાવમાં વૃદ્ધિ થશે - Divya Bhaskar
જ્યાં મંડળ હશે ત્યાં સંગઠન થશે, અને સ્નેહ, સંપ વધશે, સહનશીલતા તથા સદ્ભાવમાં વૃદ્ધિ થશે
  • સ્વામિનારાયણ ભગવાનને ચંદનના કલાત્મક વાઘાથી શૃંગાર કરાયો

અમદાવાદમાં મણિનગર સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન સ્વામિનારાયણ ભગવાન - ઘનશ્યામ મહારાજ તથા હરિકૃષ્ણ મહારાજને કલાત્મક વાઘા ધરાવવામાં આવ્યા હતા. ઉનાળાની ગરમીને કારણે વર્ષોથી ગરમીમાં ખાસ કરીને અખાત્રીજના દિવસે વૈશાખ સુદ-વદની એકાદશી, પૂર્ણિમા તેમજ અમાસના પાવન દિને સ્વામિનારાયણ મંદિરોમાં હરિજીને વર્ષોથી સંતો ચંદનના વાઘા ધરાવવામાં આવે છે. આજે તીર્થોત્તમ ધામ સ્વામિનારાયણ મંદિર, મણિનગરમાં બિરાજમાન અધિષ્ઠાતા ઇષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન ઘનશ્યામ મહારાજ, હરીક્ર્ષ્ણ મહારાજને પરંપરાગત વસ્ત્ર પરિધાનને બદલે ઋતુ અનુસાર શીતળતા ઠંડક માટે મોહિની એકાદશીના પરમ પાવન દિને કલાત્મક ડીઝાઇન યુક્ત ચંદનના વાઘા શણગાર પૂજનીય સંતોએ ધારણ કરાવ્યા હતા.

કચ્છના ગામેગામના હરિભક્તો ભેગા થયા હતા
જૂન મહિનાની 10 મી તારીખ અને વૈશાખ વદ અમાવસ્યાના દિવસે મણિનગર સ્વામિનારાયણ મંદિર તથા દેશ-વિદેશમાં દર મહિનાની અમાસના દિવસે સદ્ગુરુ દિનની ઉજવણી કરવામાં આવે છે. આજથી 75 વર્ષ પૂર્વે સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર જીવનપ્રાણ મુક્તજીવન સ્વામીબાપાએ કચ્છના ઘનશ્યામ નગર મુકામે તારીખ 30 - 5 -1946 ને ગુરુવારના રોજ સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળની સ્થાપના કરી હતી. જેને આજે જ 75 વર્ષ પૂર્ણ થયાં છે. પંચોતેર વર્ષ પહેલાં આજના જ દિવસે કચ્છના ગામેગામના હરિભક્તો ભેગા થયા હતા.

સ્વામીબાપાએ સદ્ગુરુ દિનની સત્સંગ સભા અને દિવ્ય સમૂહ રાસનું આયોજન કર્યું હતું
સ્વામીબાપાએ સદ્ગુરુ દિનની સત્સંગ સભા અને દિવ્ય સમૂહ રાસનું આયોજન કર્યું હતું

કથાવાર્તા અને પ્રાસંગિક પ્રવચનો થયાં
સ્વામીબાપાએ સદ્ગુરુ દિનની સત્સંગ સભા અને દિવ્ય સમૂહ રાસનું આયોજન કર્યું હતું. રાબેતા મુજબ ધૂન્ય, કીર્તન તથા ધ્યાન પછી કથાવાર્તા અને પ્રાસંગિક પ્રવચનો થયાં. તેમાં તાજેતરમાં દહીંસરાના મંદિરેથી જાકારો મળ્યો તે પ્રસંગે અનેક ભક્તોએ અંતરની વ્યથા ઠાલવી. ભક્તોની વ્યથાનો સૂર સાંભળીને જીવનપ્રાણ સ્વામીબાપા જણાવ્યું કે, આપણે નવસર્જનનો માર્ગ અપનાવવો પણ કોઈની નિંદા, ટીકા-ટિપ્પણીમાં સમય બરબાદ કરવો નહીં. સ્વામિનારાયણ ભગવાને પ્રબોધેલા આને જીવનપ્રાણ અબજીબાપાએ ચીંધેલા સિદ્ધાંતો અને ભક્તિનો માર્ગ જ આપણે ગ્રહણ કરવો. ટ

સહનશીલતા તથા સદ્ભાવમાં વૃદ્ધિ થશે
સ્વામિનારાયણ ભગવાને ગઢડા મધ્ય પ્રકરણ 54 મા‌ વચનામૃતમાં કથાવાર્તા - સત્સંગે કરીને હું વશ થાઉં છું તેમ જણાવ્યું છે. સત્સંગ કરીને ભગવાનનો મહિમા, નિષ્ઠા, ઉપાસના વગેરે તથા સ્નેહ, સંપ, સંગઠનમાં વૃદ્ધિ થાય તે આપણે કરવું. આ લક્ષ્ય સિદ્ધ કરવા ગામોગામ મંડળોની રચના કરવી અને ભજન ભક્તિ કથાવાર્તાના અખંડ અખાડા ચલાવવા. જ્યાં મંડળ હશે ત્યાં સંગઠન થશે, અને સ્નેહ, સંપ વધશે, સહનશીલતા તથા સદ્ભાવમાં વૃદ્ધિ થશે.

મણિનગરથી લાઈવ દર્શન દેશ વિદેશમાં વસતા તમામ સત્સંગી હરિભક્તોએ કર્યા હતાં.
મણિનગરથી લાઈવ દર્શન દેશ વિદેશમાં વસતા તમામ સત્સંગી હરિભક્તોએ કર્યા હતાં.

દેશ વિદેશમાં વસતા લોકોએ લાઈવ દર્શન કર્યા
સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ"ના 75 મા સ્થાપના દિને સ્વામિનારાયણ ગાદીના આચાર્યશ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે ચંદનના મનોરમ્ય વાઘા - શણગાર ધારણ કરીને દર્શન દાન અર્પતા મહાપ્રભુજી હરિકૃષ્ણ મહારાજ સમક્ષ પૂજન - અર્ચન કરી અને પ્રાર્થના કરી હતી. વળી, આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજે અવિસ્મરણીય ચંદનના કલાત્મક શણગારમાં અભયદાન અર્પતા સ્વામિનારાયણ ભગવાન ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ મહારાજની આરતી ઉતારી હતી. સ્વામિનારાયણ મંદિર, મણિનગરથી લાઈવ દર્શન દેશ વિદેશમાં વસતા તમામ સત્સંગી હરિભક્તોએ કર્યા હતાં.