ગુજરાત ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્રારા ધોરણ 12 સાયન્સનુ પરિણામ જાહેર કરાયું હતું. સમગ્ર રાજ્યનું 72.02 ટકા પરિણામ આવ્યું છે. જેમાં અમદાવાદ ગ્રામ્યનું 75.38 ટકા પરિણામ મળ્યું હતું. અમદાવાદ ગ્રામ્યમાં કુલ 4938 વિધાર્થી નોંધાયા હતા. જેમાંથી 4923 વિધાર્થીએ પરિક્ષા આપી હતી.
અમદાવાદ ગ્રામ્યમાંથી એ1 મેળવનાર 15, એ2 મેળવનાર 156, બી1 મેળવનાર 488, બી2 મેળવનાર 717, સી1 મેળવનાર 993, સી2 મેળવનાર 1072, ડી મેળવનાર 270, ઇ1 મેળવનાર 0, જ્યારે નીડસ ઇમ્પરુમેન્ટ(NI) મેળવનાર 1227 છે. આમ સમગ્ર જિલ્લામાં 75.37 ટકા પરિણામ આવ્યું છે.
અમદાવાદ ગ્રામ્યના સેન્ટર વાઇઝ વાત કરીએ તો ધંધુકામાં 75 ટકા પરિણામ આવ્યું છે, જેમાં નોંધાયેલા વિધાર્થી 78 માંથી 76એ પરિક્ષા આપી હતી. તેમાંથી 57 પાસ થયા હતા જ્યારે 21ને ઇમ્પરુમેન્ટની જરુર છે.ધંધુકામાં બિરલા સ્કુલનો વિધાર્થી રંતોજા નરેન્દ્ર ગોવિંદભાઇ 86.15 ટકા સાથે કેન્દ્રમાં પ્રથમ આવેલ છે.
ધોળકા સેન્ટરમાં કુલ 341 વિધાર્થી નોંધાયા હતા, જેમાંથી 340એ પરિક્ષા આપી હતી. 340માંથી 287 પાસ થયા જ્યારે 54ને ઇમ્પરુમેન્ટની જરુર છે. ઘોળકા સેન્ટરનું 84.41 ટકા પરિણામ આવ્યું છે. વિરમગામમાં 75 ટકા પરિણામ આવ્યું છે. વિરમગામમાં કુલ 152 વિધાર્થી નોંધાયા હતા, જેમાંથી બધાએ પરિક્ષા આપી હતી.
તેમાંથી 114 પાસ થયા હતા જ્યારે 38ને ઇમ્પરુમેન્ટની જરુર છે. બાવળામાં 87.88 ટકા પરીણામ આવ્યું છે. બાવળાની આ.કે.વિધામંદિર હાઈસ્કુલમાંથી 33 વિર્ધાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 29 વિર્ધાર્થીઓ પાસ થયા છે. અને 4 વિર્ધાર્થીઓ નાપાસ થવા પામ્યાં છે. શાળામાંથી અસ્મીતા ભૂપેન્દ્રભાઇ મકવાણાએ 650 માંથી 533 માર્કસ મેળવીને 82 ટકા સાથે પ્રથમ નંબરે આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.