તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોનસ:રાજ્યના 7.53 લાખ શ્રમયોગીને રૂ. 807 કરોડનું બોનસ ચૂકવાયું, રાજ્ય સરકારે વ્યક્તિ દીઠ રૂ. 1155ની રકમ ફાળવી

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગ શ્રમિકોને બોનસ આપવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. સૂત્રોના કહેવા પ્રમાણે ઔદ્યોગિક એકમ અને સંસ્થા દ્વારા રૂ. 7.53 લાખ શ્રમયોગીઓને રૂ. 807 કરોડનું બોનસ ચૂકવવામાં આવ્યું છે. જોકે કોરોના મહામારીમાં પગારકાપ વચ્ચે વ્યકિતદીઠ બોનસની રકમ પણ રૂ. 1155 આવતાં શ્રમિક વ્યથિત થઇ ગયા હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો હતો.

દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને સમગ્ર રાજ્યના શ્રમયોગીઓને વર્ષ 2019-20ના વર્ષમાં બોનસની રકમ સમયસર મળી રહે તે માટે પ્રયાસ કરવામાં આવ્યા હોવાનું સત્તાવાર સૂત્રોનું કહેવું છે. આ પ્રયાસના ભાગરૂપે રાજ્યના ઔદ્યોગિક એકમો-સંસ્થાઓ દ્વારા દિવાળી પૂર્વે રાજ્યમાં 7,53,146 શ્રમયોગીને રૂ. 807.19ની રકમની બોનસ તરીકે ચૂકવણી કરાઇ છે અને આ પ્રક્રિયા હજુ ચાલુ છે.

કોંગ્રેસે એવો આક્ષેપ કર્યો છે કે, કોરોના મહામારીમાં ઔદ્યોગિક એકમોએ શ્રમિકોના પગારમાં કાપ મૂક્યો છે. આવા સંજોગોમાં શ્રમિક દીઠ રૂ. 1155ની રકમ નજીવી છે. આ રકમમાં વધારો થાય તેવા પ્રયાસ રાજ્ય સરકારે કરવા જોઇએ અને શ્રમિકોના શોષણ માટે ભાજપ સરકાર જવાબદાર હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો