તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કર્મીની ઈમાનદારી:અમદાવાદ એરપોર્ટ પર 750 US ડોલર ભૂલી પેસેન્જર જતો રહ્યો, હાઉસકિપિંગ કરતા યુવકે પરત કર્યા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
હાઉસકિપિંગ સ્ટાફ મેમ્બર જેકી ચાવડા - Divya Bhaskar
હાઉસકિપિંગ સ્ટાફ મેમ્બર જેકી ચાવડા
  • હાઉસકિપિંગ કરતા યુવકે ડોલર CISF અધિકારીને જાણ કરી હતી
  • એરપોર્ટના CCTV ચેક કરીને અધિકારીએ પેસેન્જરને શોધીને ડોલર પરત કર્યા

અમદાવાદ એરપોર્ટ પર સિક્યુરિટી ચેકિંગ દરમિયાન તમામ લોકોનું સ્કેનિંગ કરાય છે. જેમાં પેસેન્જરને વોલેટ, ચાવી એમ તેમના પોકેટની તમામ વસ્તુ એક ટ્રેમાં મૂકાવવામાં આવે છે. ત્યારબાદ તેમને પાછી આપી દેવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન બુધવારે એક પેસેન્જર પોતાની એક પ્લાસ્ટિક બેગમાં ડોલર ભૂલી ગયો હતો. ત્યારે હાઉસકિપિંગ કરતા યુવકને મળતાં તેણે CISF અધિકારીને જાણ કરતા સીસીટીવી ચેક કરી મૂળ માલિકને પરત કર્યા હતા.

ટ્રેની સફાઈ દરમિયાન ડોલર મળ્યાં
બુધવારે સ્કેનિંગ બાદ એક મુસાફર ઉતાવળમાં તેની એક નાની પ્લાસ્ટિક બેગ સિક્યુરિટી કાઉન્ટર પર મૂકીને લેવાનું ભૂલી ગયો હતો. ત્યારે ચેકિંગ બાદ એરપોર્ટના હાઉસકિપિંગ સ્ટાફ જેકી ચાવડાએ ટ્રેની સફાઈ કરી ત્યારે તેને તે બેગ મળી હતી. જેમાં 750 US ડોલર હતા. જે ચોંકી ઉઠ્યા અને તેમને થયું કે આ કોઈ પેસેન્જર હમણાં અહીંયા ભૂલી ગયો હશે.

CCTV ચકાસીને એ પેસેન્જરની ઓળખ કરી
જેકી પૈસા ભરેલી બેગ એટલે પ્લાસ્ટિકથી વિંટાળેલી બેગ લઈને CISFના અધિકારીને સોંપી દીધી અને કહ્યું કે આ કોઈ પેસેન્જર છે. તેને આપી દેજો. જોકે CISFના અધિકારીએ ત્યાં CCTV ચકાસીને એ પેસેન્જરની ઓળખ કરી ત્યારબાદ તેઓ પેસેન્જર સુધી પહોંચ્યા અને તેમણે તેમને આ બેગ પરત કરી હતી. જોકે સૂત્રોની માહિતી મુજબ આ પેસેન્જર મુંબઈની ફ્લાઇટમાં જઈ રહ્યો હતો.