માતા યશોદા સન્માન કાર્યક્રમ:અમદાવાદમાં પાયાની કેળવણી અને આરોગ્ય જાગૃતિનું કામ કરતી 75 બહેનોનું સન્માન કરાશે

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદમાં શિક્ષક દિનની ઉજવણીના ભાગરૂપે શાહપુર યુવક મંડળ દ્વારા 75થી વધુ પાયાની કેળવણી અને આરોગ્ય જાગૃતિનું કામ કરતી બહેનોનું સન્માન કરાશે. આવતી કાલે ગુજરાત યુનિવર્સિટી ખાતે સવારે માતા યશોદા સન્માન કાર્યક્રમ યોજાશે.

પાયાના કાર્યકરોને સન્માનિત કરાશે
ગુજરાત યુનિવર્સિટીના પુર્વ ઉપકુલપતિ અને શાહપુરના અગ્રણી જગદીશ ભાવસારે એક યાદીમાં જણાવ્યું હતું કે, 11 સપ્ટેમ્બર 1893ના દિવસે અમેરિકાના શિકાગોની ધર્મ સંસદમાં સ્વામી વિવેકાનંદજીએ ભારતીય સંસ્કૃતિનો જયજયકાર કર્યો હતો તે વિશ્વ બંધુત્વનો દિવસ છે. આ દિવસની ઉજવણી થકી સેવાભાવથી તંદુરસ્ત શિક્ષિત સમાજના નિર્માણમાં જોડાયેલા પાયાના કાર્યકરોને આ કાર્યક્રમમાં સન્માનિત કરાશે.

વિદ્યાર્થીઓનું વિશેષ સન્માન કરાશે
શાહપુરના ધોરણ 9થી 12ના પ્રથમ ત્રણ ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું વિશેષ સન્માન કરાશે. જેમાં 40 વિદ્યાર્થીઓને આશ્વાસન ઈનામ અપાશે. શાહપુર અને દરિયાપુરના અભ્યાસ સહિતના ક્ષેત્રોમાં સિદ્ધિ મેળવનારને પણ સન્માન અપાશે. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પાયાનું કામ કરતી માતા યશોદાની સન્માન ત્રિવેણી ગુજરાત યુનિવર્સિટીના સિનિયર સિન્ડિકેટ સભ્યોની ઉપસ્થિતિમાં યોજાશે.

અન્ય સમાચારો પણ છે...