આઝાદીનાં અમૃત મહોત્સવ અને ઇન્ડીયા@75 ઉજવણીનાં ભાગરૂપે ગુજરાત યુનિવર્સિટી ખાતે કુલપતિ પ્રો.ડો.હિમાંશુ પંડ્યા અને ઉપકુલપતિ ડો. જગદીશ ભાવસારનાં માર્ગદર્શનમાં "ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલયનાં ઉપક્રમે તારીખ 1 જૂન 2021 થી તારીખ 14 ઓગસ્ટ 2021 સુધી સળંગ 75 દિવસ દૈનિક એકસ્વાતંત્ર્ય સેનાની એમ કુલ 75 સ્વાતંત્ર્ય સેનાઓની સચિત્ર માહિતી દર્શાવતું લોન્ગેસ્ટ વર્ચ્યુઅલ પ્રદર્શન ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલયની વેબ સાઈટનાં મારફતે આયોજિત કરવામાં આવ્યું છે. જેમાં પ્રતિદિન એક સ્વાતંત્ર્ય સેનાનીને આ વર્ચ્યુઅલ પ્રદર્શનમાં આવરી લેવાયાં છે.
સ્પર્ધાત્મક કાર્યક્રમો આયોજિત કરવામાં આવશે
આ વર્ચ્યુઅલ પ્રદર્શનમાં સ્વાતંત્ર્ય સેનાનીઓની માહિતી પૈકી જેમાં તેમનો ફોટો, જન્મ તારીખ, અવસાન તારીખ અને આઝાદીમાં પ્રદાન વિશેની ટૂકમાં માહિતી આવરી લેવામાં આવશે. વિશેષમાં આ વર્ચુઅલ એક્ઝીબીશનમાં 75 પૈકી અમુક સ્વાતંત્ર્ય સેનાઓની જેમની જન્મ તારીખનાં દિવસોમાં તેમનું વર્ચ્યુઅલ પ્રદર્શન આયોજિત કરેલ છે. આ સાથે કુલપતિ પ્રો.ડો.હિમાંશુ પંડ્યા અને ઉપકુલપતિ ડો. જગદીશ ભાવસારનાં માર્ગદર્શનમાં " આઝાદીનાં અમૃત મહોત્સવ અને ઇન્ડીયા @ 75 "ની સમિતિના સૂચન મુજબ અંતર્ગત અમૃત મહોત્સવ પખવાડિયું પણ 15 ઓગસ્ટ સુધી યોજાનાર છે. જેમાં વિધાર્થીઓ સંશોધકો અને સ્ટાફ્ને સાંકળીને વ્યાખ્યાનમાળા,રંગોળી, ચિત્ર, નિબંધ યુવા શક્તિ માર્ચ,ગ્રંથોનું પ્રદર્શન આઝાદીના ગીતો ઉપરની સ્પર્ધા એમ વિવિધ સભર કાર્યક્રમો આયોજિત કરવામાં આવેલ છે.
ઇન્ડિયન બૂક ઓફ રેકોર્ડ એનાયત કરાયો
કા.ગ્રંથપાલ ડો. યોગેશ આર પારેખના જણાવ્યા મુજબ ઓનલાઇન સતત 75 દિવસ સુધી કાર્યરત રહેનાર વૈશ્વિક કક્ષાએ આ પ્રકારનું સૌ પ્રથમ વર્ચુઅલ એક્ઝીબીશન છે જેને એક વિશ્વ રેકોર્ડ તરીકે ઇન્ડિયન બૂક ઓફ રેકોર્ડમાં સ્થાન મળેલ છે. આ સાથે કા.ગ્રંથપાલ ડો.યોગેશ આર પારેખને સતત સમાજલક્ષી વિવિધ આ પ્રકારની પ્રવુતિઓ આયોજિત કરવા અને સવિશેષ 75 દિવસ આ પ્રકારે ડેટા મેળવવો સંકલિત કરી ગોઠવવો અને સમાજ માટે મૂક્વો એ સંદર્ભે Lead Indian Award જે ઇન્ડિયન બૂક ઓફ રેકોર્ડ તરફથી માત્ર 100 ભારતીયોને તેના વિશેષ પ્રદાન માટે આપવામાં તે એનાયત કરવામાં આવેલ છે.
દેશના નાગરીકોની સેવા જ મહત્વની બાબત છે
સમિતિના સભ્ય અને કા. ગ્રંથપાલ ડો.યોગેશ આર પારેખનાં જણાવ્યાનુસાર આ પ્રકારનાં એક્ઝીબીશનનો આશય નાગરીકો યુવાઓ સહીત સમાજને, સ્વાતંત્ર્ય સેનાનીઓ કે જેમણે દેશ માટે પોતાનું સર્વસ્ય ન્યોચ્છાવર કરી રાષ્ટ્ર નિર્માણ જ લક્ષ્ય રાખેલ તેનાથી જાગરૂક કરી, આ કોવીડ સહીતની અન્ય સમસ્યાઓમાંથી હાલ જે રીતે સમાજ પસાર થઈ રહયો છે. ત્યારે એક નાગરિક, એક યુવા તરીકે આપણે આમાંથી પ્રેરણા આપની સોસાયટી આપણા કાર્યસ્થળ આપણા શહેર અને આપણા રાજ્યમાં જરૂરી નાગરીકોની થોડી સેવામાં લાગીશું તો ચોકકસપણે એક સ્વાતંત્ર્ય સેનાની જેટલી સેવા બની રહેશે એમાં બેમત નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.