અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લાખો રૂપિયાના બાકી ટેક્સધારકો પાસેથી રકમ વસુલવા માટે ટેક્સ વિભાગ દ્વારા હવે મિલકત સીલીંગની મેગા ઝુંબેશ શરૂ કરી છે. આજે સોમવારે કુલ 743 મિલકતોને સીલ કરવામાં આવી છે. ટેક્સ વિભાગ દ્વારા સીલ કરવામાં આવતા એક જ દિવસમાં 8.22 કરોડની આવક ટેક્સ વિભાગને થઈ છે. સૌથી વધારે દક્ષિણ ઝોનમાં 207 જેટલી મિલકતોને સીલ કરાઈ હતી. જેમાં વટવા ગામ, સરકારી લાટી બજાર, પૂજન કોમ્પ્લેક્સ, રેવાભાઇ એસ્ટેટ, વસ્ત્રાલ, ખોડિયાર એસ્ટેટ સહિતની જગ્યાએ મિલકતો સીલ કરવામાં આવી છે અને દિવસોમાં પણ આ ઝુંબેશ યથાવત રહેશે.
ટેક્સ ન ભરતાં કોર્પોરેશન દ્વારા મેગા સીલીંગ ઝુંબેશ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પ્રોપર્ટી ટેક્સમાં 100 વ્યાજ માફીની સ્કિમ અમલમાં મૂકાઈ છે. ઉપરાંત વર્ષોથી લોકોને માફીની રાહત આપવા છતાં કેટલાક ટેક્સધારકો પોતે ટેક્સ ન ભરતાં કોર્પોરેશન દ્વારા મેગા સીલીંગ ઝુંબેશ સહિત રોજ કડક સીલીંગ ઝુંબેશ કરવામાં આવે. જેમાં છેલ્લા 20 દિવસથી 1000ની આસપાસ મિલકતો સીલ કરવામાં આવે છે. સોમવારે સૌથી વધુ દક્ષિણ ઝોનમાં 207, ઉત્તર ઝોનમાં 153, પૂર્વ ઝોનમાં 71, મધ્ય ઝોનમાં 135, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 87 અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં 90 એમ કુલ 743 મિલકતો સીલ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.