સાઇબર ક્રાઈમ:DTH રિફંડ માટે એપ ડાઉનલોડ કરાવડાવી 74 હજારની છેતરપિંડી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • યુવતીએ સાઇબર ક્રાઈમમાં ફરિયાદ કરી
  • લિંક મોકલી બેંકખાતાની વિગતો મેળવી

ગોતામાં રહેતી યુવતીને ડીટીએચનું રીફંડ આપવાના બહાને સાયબર ગઠીયાએ વિશ્વાસ કેળવી ઓનલાઈન રૂ. 74,797 ટ્રાન્સફર મેળવી છેતરપિંડી કરી હતી. આ અંગે યુવતીએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ગોતાના યુનિક સીટી હોમ્સમાં રહેતી મહિમા સુપેહિયાના મોબાઈલ પર અજાણ્યા ફોન નંબર પરથી ફોન આવ્યો હતો જેણે પોતાની ઓળખ અમિત મિશ્રા તરીકે આપીને ટાટા ડીટીએચનુ રીફંડ આપવાનુ વાત કરીને વિશ્વાસ કેળવ્યો હતો. તેની વાતમાં આવી જતા આ અજાણ્યા વ્યકિતએ મહિમાને રીફંડ મેળવવા માટે ટીમ વ્યુવર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું કહ્યું હતું, જેથી આ એપ ડાઉનલોડ કરતા ગઠિયાએ મહિમાના ફોનનો એકસેસ મેળવી લીધો હતો અને બનાવટી લીંક મોકલીને બેંક એકાઉન્ટની વિગતો ભરાવડાવીને મહિમા તથા તેના પિતાની જાણ બહાર અલગ અલગ ટ્રાન્ઝેકશન કરી કુલ રૂ 74,797 ઉપાડી લઈને વિશ્વાસઘાત તેમજ છેતરપીંડી કરી હતી.

સાઇબર ગઠિયાઓ આ રીતે ઠગાઈ કરે છે
સાયબર ગઠીયા લોકોને એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેના થકી મોબાઈલનું એકસેસ મેળવી લેતા હોય છે. બીજી બાજુ મોટાભાગના લોકોના મોબાઈલ બેંક આધારકાર્ડ કે અન્ય જરૂરી દસ્તાવેજો સાથે લીંક હોઈ સાયબર ગુનેગારો મોબાઈલ એકસેસ કરી તેમા આવતા ઓટીપી મેળવી લેતા હોય છે અથવા પાસવર્ડ બદલી બેંકખાતમાંથી ઓનલાઈન રૂપિયા ઉપાડી લઈ છેતરપિંડી કરતા હોવાની ઘટનાઓ સામે આવી છે.

અન્ય સમાચારો પણ છે...