ભાસ્કર વિશેષ:યુપીમાં 7.38 કરોડ, પ.બંગાળમાં 2.40 કરોડ, બિહારમાં 1.96 કરોડ સામે ગુજરાતમાં માત્ર 42.24 લાખ શ્રમિકોનું જ રજિસ્ટ્રેશન

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઈ-શ્રમ પોર્ટલ પર 20.30 કરોડ શ્રમિકોનું રજિસ્ટ્રેશન: ગુજરાતમાં સૌથી વધુ રજિ.અમદાવાદ જિલ્લામાં
  • રાજ્યમાં 88 % ની આવક 10 હજારથી ઓછી, 55 % મજૂર કૃષિક્ષેત્રમાં

ગુજરાતમાં કેમ બહારથી વધારે મજૂરો આવે છે? કેમ સ્થાનિક મજૂરો મેળવવામાં તકલીફ પડે છે? જવાબ મળી ગયો છે. ઇ-શ્રમ પોર્ટલ પર અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોના રજિસ્ટ્રેશનમાં ગુજરાત 14મા સ્થાને છે. રાજ્યમાં 7 જાન્યુ. સુધીમાં 42.24 લાખ શ્રમિકોનું રજિસ્ટ્રેશન થયું છે, જેની સામે ઉત્તર પ્રદેશ સૌથી વધુ 7.38 કરોડ, બીજા ક્રમે પશ્ચિમ બંગાળમાં 2.40 કરોડ, બિહારમાં 1.96 કરોડ અને ઓડિશામાં 1.29 કરોડ શ્રમિકોનું રજિસ્ટ્રેશન થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 20.30 કરોડ શ્રમિકોનું રજિસ્ટ્રેશન થયું છે.

કોરોનાને કારણે સ્થળાંતરને પગલે રોજગારી ગુમાવનાર શ્રમિકોને વિવિધ યોજનાઓનો યોગ્ય રીતે લાભ મળી રહે તે માટે સુપ્રીમ કોર્ટે જૂન 2021માં સરકારને શ્રમિકોનો ડેટા તૈયાર કરવા આદેશ આપ્યો હતો.જે અન્વયે 26 ઓગસ્ટ 2021ના રોજ સરકારે ઇ-શ્રમ પોર્ટલ લૉન્ચ કર્યું હતું. ઇ-શ્રમ ડેશબોર્ડ મુજબ ગુજરાતમાં સૌથી વધુ રજિસ્ટ્રેશન અમદાવાદ જિલ્લામાં કરવામાં આવ્યું છે. રજિસ્ટ્રેશન કરાવેલા શ્રમિકો પૈકી 88 ટકાની આવક 10 હજારથી નીચે છે.

57.01 % શ્રમિક18થી 40 ની વયના
રાજ્યમાં થયેલા રજિસ્ટ્રેશનમાં 54.49 ટકા પુરુષ અને 45.51 ટકા સ્ત્રોઓનો સમાવેશ થાય છે. કુલ 9.04 લાખ શ્રમિકો પૈકી સૌથી વધુ 57.01 ટકા 18થી 40 વર્ષના છે.

કયા જિલ્લામાંથી સૌથી વધુ રજિસ્ટ્રેશન થયું?

રેન્કજિલ્લોસંખ્યા
1અમદાવાદ4.80 લાખ
2સુરત3.74 લાખ
3દાહોદ2.40 લાખ
4પંચમહાલ1.97 લાખ
5વડોદરા1.94 લાખ
6કચ્છ1.85 લાખ
7રાજકોટ1.61 લાખ
8બનાસકાંઠા1.56 લાખ
9છોટા ઉદેપુર1.55 લાખ
10ખેડા1.38 લાખ

​​​​​​​

વ્યવસાયને આધારે રજિસ્ટ્રેશન કેટલું?

રેન્કવ્યવસાયસંખ્યા
1ખેતી23.38 લાખ
2ઘરકામ કરતાં2.96 લાખ
3છુટક કામ2.24 લાખ
4બાંધકામ2.19 હજાર
5એપરલ1.96 લાખ

​​​​​​​ ​​​​​​​

અન્ય સમાચારો પણ છે...